બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આગામી તારીખ 11થી 13 તાપી, અરવલ્લી સહિતના આ વિસ્તારો તૈયાર રહે, આવી રહ્યું છે કમોસમી માવઠું

હવામાન / આગામી તારીખ 11થી 13 તાપી, અરવલ્લી સહિતના આ વિસ્તારો તૈયાર રહે, આવી રહ્યું છે કમોસમી માવઠું

Last Updated: 09:44 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal Rain Forecast: હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે,11મી મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદારનાગર હવેલીમાં પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે

સમગ્ર રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાનની નવી અપડેટ સાથે આગાહી સામે આવી છે. રાહત આપતી આગાહી મુજબ બે દિવસ આકરી ગરમી બાદ ગરમીમાં આંશિક રાહત મળશે સાથો સાથ કમોસમી વરસાદની આગાહી છે.

કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે,11મી મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદારનાગર હવેલીમાં પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. તો 12મી મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 13મી તારીખે સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદારાનાગર હવેલી, સાબરકાંઠા સહિત વરસાદની આગાહી કરવામાં આવી છે.

વાંચવા જેવું: 10 લાખ આપો અને NEETની પરીક્ષામાં ચોરી કરો, આખરે ક્યારે અટકશે આવાં કૌભાંડ? જોઇએ વિશેષ ચર્ચામાં

4 સિસ્ટમ સક્રિય થઈ

વધુમાં ગરમીને લઈ આગાહી કરાઈ છે કે, બે દિવસ અમદાવાદમાં અંગ દજાડતી ગરમી પડશે.અમદાવાદમાં બે દિવસ પારો 43 ડિગ્રીએ રહી શકે છે. તો ગાંધીનગરમાં બે દિવસ ગરમીનો પારો 42 ડિગ્રી પહોંચી શકે છે. અત્રે જણાવીએ કે, વર્તમાનમાં ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ ઉપર અને સિસ્ટમ અરબસાગર ઉપર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ