બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 04:29 PM, 16 April 2024
US Green Card Indians:વર્તમાન સમયમાં અમેરિકા જવાની ભારતીયોની જબરજસ્ત હોડ લાગી છે. જેના પગલે ગ્રીન કાર્ડના વેઈટિંગમાં ભારે ભરખમ વધારો નોંધાયો છે. એક આંકડા મુજબ લગભગ 12.60 લાખ ભારતીયો અમેરિકન ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યાં છે. જેમાંથી 10 લાખ ભારતીયોને ગ્રીન કાર્ડ ક્યારે મળશે તેનો કોઈ ચોક્કસ ટાઈમ સામે આવ્યો નથી એટલે કઈ શકાય કે, અનેક દાયકા પણ લાગી શકે છે.
ADVERTISEMENT
ગ્રીન કાર્ડએ અમેરિકામાં કાયમી વસવાટનો અધિકાર આપતો જરૂરી દસ્તાવેજ છે. જેના કારણે તેની કાયમી ડિમાન્ડ રહેવાની તે નક્કી જ છે. ઉલ્લેખનીય છે કે, જે માટે સૌથી વધુ અરજી ભારતીયોએ કરેલી છે. જેમાં ડોક્ટરોથી એન્જિનિયરો તમામ મોટા ગજાના લાયકાત ધરવાતા ભારતીયો સામેલ છે. ભારતીયોમાં સૌથી મજબૂત ડિમાન્ડ EB-1 કેટેગરીની છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: ઓસ્ટ્રેલિયા કેનેડા બાદ હવે આ દેશે વિઝા નિયમ કડક કર્યા, અપ્રવાસી ભારતીયો પર પડશે અસર
સામે આવેલા આંકડા મુજબ નવેમ્બર 2023 સુધીમાં 12.60 લાખ ભારતીયોના ગ્રીન કાર્ડ માટે બેકલોગમાં નામ હતા. એક રિપોર્ટના દાવા મુજબ 2030 સુધીમાં આ સંખ્યા 22 લાખ રૂપિયા સુધી પહોંચી જશે. અમેરિકા જે ઝડપથી લોકોને ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરે છે જે બાબત જોતા એવું પણ જાણવા મળે છે કે, ભારતીયોના ગ્રીન કાર્ડની અરજીઓ ક્લિયર થવામાં લગભગ 195 વર્ષ લાગી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT