બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
VTV / વિશ્વ / પ્રવાસ / જ્યાં ફરવાની સાથે-સાથે મળે છે નોકરીનો બેસ્ટ અવસર, બસ કરવું પડશે આ નિયમોનું પાલન
Last Updated: 12:56 PM, 29 April 2024
વિદેશ ફરવા માટે જર્મની સુંદર જગ્યા છે. યુરોપના દેશ જર્મનીની યાત્રા વખતે અમુક નિયમ અને કાયદાનું પાલન કરવું દેશની સંસ્કૃતિના સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે વિદેશમાં કામની શોધ કરી રહ્યા છો તો જર્મની તમને કામ કરવાની સારી તક આપી રહ્યું છે.
ADVERTISEMENT
ખાસ કરીને જો તમે સાયન્સ, ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ સેક્ટર સાથે જોડાયેલા છે તો તમારા માટે એક ગોલ્ડન ચાન્સ છે. આ દેશ આ સેક્ટરમાં સ્ટૂડન્ટ્સને સારા પેરેજની સાથે જોબ ઓફર કરી રહ્યું છે. જા તમને જર્મનીમાં કામ કરવું છે તો જાણો કયા સેક્ટરમાં શું સેલેરી ઓફર કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ સેક્ટર્સમાં છે નોકરી
અહીં એન્જિનિયરિંગ સેક્ટરમાં મરીન એન્જિનિયર, પેટ્રોલિયમ એન્જિનયર, ઈલેક્ટ્રિકલ એન્જિનિયર અને સિવિલ એન્જિનિયર જેવા પદો પર €80,341થી € 121,666 સુધીની સેલેરી ઓફર કરવામાં આવે છે.
ભારતીય રૂપિયામાં આ રકમ 71 લાખથી લઈને એક કરોડ સુધીની છે. ત્યાં જ આઈટી સેક્ટરમાં ટેક્નિશિયન, કોમ્પ્યુટર પ્રોગ્રામર, વેબ ડેવલોપર અને સિસ્ટમ એનાલિસ્ટ જેવી પોસ્ટ પર વાર્ષિક €57,506થી 92,064 સુધીનું સેલેરી પેકેજ આપવામાં આવી રહ્યું છે.
આ રકમ 51 લાખથી 82 લાખનું છે. બાયોટેક્નોલોજી અને લાઈફ સાયન્સ સેક્ટરમાં બાયો મેડિકલ સાયન્ટિસ્ટ, બાયોઈનફોર્મેટિક્સ સ્પેશિયાલિસ્ટ, ફાર્માકોલોજી સ્ટ અને ક્લિનિકલ રિસર્ચ એસોસિએસ જેવી પોસ્ટ પર વર્ષના 61 લાખથી 96 લાખ રૂપિયા મળે છે.
જર્મનીમાં કામ કરવાના ફાયદા
અહીં લોકોને દર અઠવાડિયે 48 કલાક કામ કરવાનું હોય છે.
જર્મનીમાં કર્મચારીઓને દર વર્ષે 25-40 પેઈડ લિવ મળે છે.
અહીં લોકોને વર્ક લાઈફ બેલેન્સ અને સોશિયલ લાભ પણ મળે છે.
જર્મની ફરવાનું કારણ
જર્મનીના દરેકે ખૂણામાં ફરવા માટે કંઈકને કંઈક છે. જો તમે કામથી જર્મની જવાનું વિચારી રહ્યા છો તો નેઉશવાંસ્ટી કેસલ, કોનિગ્સસી ઝીલ, રેગેન્સબર્ગ, સેસૌસી કૈસલ, બામબર્ગ જોવા લાયક જગ્યા છે. જર્મની જઈ રહ્યા છો તો આ જગ્યાને જોવાનું ચુકતા નહીં.
વધુ વાંચો: શું કારના AC ફેનની સ્પીડ વધારવાથી માઇલેજ પર થશે કોઇ આડઅસર? જાણો સોલ્યુશન
જર્મની જઈ રહ્યા છો તો ન કરતા આ ભૂલ
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT