બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / શું તમે જાણો છો? US-કેનેડા સિવાય કયા દેશમાં કેટલી ફોરેન કરન્સી લઇ જવાય?

NRI News / શું તમે જાણો છો? US-કેનેડા સિવાય કયા દેશમાં કેટલી ફોરેન કરન્સી લઇ જવાય?

Last Updated: 10:50 AM, 14 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈપણ વ્યક્તિ જે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરે છે તે તેમની સાથે સારી એવી રોકડ રકમ રાખવાનું પસંદ કરે છે, પરંતુ વિદેશ જવા માટે તમારે એક મર્યાદામાં ફોરેન કરન્સી તમારી પાસે રાખી શકો છો.

ગરમીઓનું વેકેશન ચાલી રહ્યું છે અને ઘણા લોકો ફરવા માટે વિદેશ જવાનો પ્લાન બનાવતા હોય છે. એવામાં જો તમે પણ ફોરેન ટ્રીપ કરવાનો પ્લાન કર્યો હોય તો ત્યાં જતા પહેલા તમારે જાણી લેવું જોઈએ કે વિદેશમાં મુસાફરી કરતી વખતે તમે કેટલી ફોરેન કરન્સી લઈ જઈ શકો છો. વિદેશ પ્રવાસ કરતા સમયે ફોરેન કરન્સી લઈ જવા માટે દરેક દેશના અલગ અલગ નિયમો અલગ અલગ હોય છે અને દરેકની એક લિમિટ હોય છે.

trip

કોઈપણ વ્યક્તિ જે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરે છે તે તેમની સાથે સારી એવી રોકડ રકમ રાખવાનું પસંદ કરે છે, કારણ કે ખબર નહીં ક્યારે, ક્યાં અને કેટલા પૈસાની જરૂર પડે. પરંતુ વિદેશ જવા માટે તમારે એક મર્યાદામાં ફોરેન કરન્સી તમારી પાસે રાખી શકો છો.

વિદેશ જવા માટે કેટલી ફોરેન કરન્સી સાથે રાખી શકો છો?

નેપાળ અને ભૂટાન જેવા કેટલાક દેશોને બાદ કરતાં, લગભગ તમામ દેશોમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને પ્રતિ ટ્રીપ $3000 સુધીનું વિદેશી ચલણ લઈ જવાની છૂટ છે. જો તમે આનાથી વધુ રકમ લઈ જવા માંગતા હો, તો તમે તે રકમ સ્ટોર વેલ્યુ કાર્ડ, ટ્રાવેલ ચેક અને બેંકર્સ ડ્રાફ્ટના રૂપમાં લઈ જઈ શકો છો.

Thailand

કયા દેશમાં કેટલી ફોરેન કરન્સીની લિમિટ

અમેરિકામાં ફોરેન કરન્સીની લિમિટ $3000 સુધીની છે.

દુબઈમાં તમે વધુમાં વધુ એક લાખ દિરહામ લાવી શકો છો.

કેનેડામાં 10 હજાર કેનેડિયન ડોલરની રોકડ લઈને મુસાફરી કરી શકો છો.

સિંગાપોરમાં 20 હજાર સિંગાપોર ડોલર સુધી ફોરેન કરન્સી લાવી શકો છો.

ફ્રાન્સમાં 10,000 યુરો સુધીની રકમ સાથે લાવી શકો છો.

ઈટાલીમાં પણ 10,000 યુરોની લિમિટ છે.

ઓસ્ટ્રેલિયામાં 10,000 ઓસ્ટ્રેલિયન ડોલર સુધીની કરન્સી લાવી શકો.

યુકે 10,000 પાઉન્ડની રકમ સાથે લાવી શકો છો.

વધુ વાંચો: લાખો ડોલરનો ખર્ચો કરીને સ્ટુડન્ટ્સ વિઝા પર ગયા અમેરિકા, હવે H-1B વિઝા માટે ફાંફા, નિયમમાં ફેરફારની માગ

તમે વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો?

કરન્સી ઉપરાંત તમે તમારી સાથે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ રાખી શકો છો.તમારે વિદેશમાં આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો પડશે. ઘણી કંપનીઓ આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડનો વિકલ્પ આપે છે. આના દ્વારા પેમેન્ટ કરવા પર, તમારે કન્વર્ઝન ચાર્જની સાથે દરેક વખતે ટ્રાન્ઝેક્શન ફી તરીકે 100 થી 150 રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ, જો તમે રોકડ રાખશો તો તમારા માટે વિદેશમાં કોઈપણ વસ્તુ ખરીદવી સરળ રહેશે અને તમારે વધારાના ચાર્જ પણ ચૂકવવા પડશે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Foreign Travel NRI News TRAVELLING ABROAD foreign currency
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ