બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / કલોલના ગુજરાતી પરિવારનો અમેરિકામાં રોડ એક્સિડેન્ટ, ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત અને ત્રણ ઘાયલ

NRI / કલોલના ગુજરાતી પરિવારનો અમેરિકામાં રોડ એક્સિડેન્ટ, ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત અને ત્રણ ઘાયલ

Last Updated: 03:16 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ત્રણ વર્ષ પહેલા સ્થાયી થયેલા ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં પટેલ પરિવાર વેરવિખેર થઈ ગયો, માતાનું નિધન થયું, જયારે ગંભીર રીતે ઘાયલ પત્ની હોસ્પિટલમાં મોત સામે લડી રહી છે.

અમેરિકામાં એક ગુજરાતી પરિવારને અકસ્માત નડતા કલોલનો પટેલ પરિવાર વેરવિખેર થઈ ગયો. 5 મેના રોજ અમેરિકાના ટેનેસીની મેરિઓન કાઉન્ટીમાં હાઈવે 41 પર રાતે ગુજરાતી પરિવારની કાર અને શેરિફ ઓફિસની કાર વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં ગુજરાતી પરિવારના એક વ્યક્તિનું મોત થયું, જયારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અહેવાલો અનુસાર, અમેરિકાના અલાબામામાં રહેતા રુમિત પટેલ તેમના પરિવારના સભ્યો સાથે કારમાં સવાર હતા, હાઈવે પર લેન મેઈન્ટેન ના કરતા થયેલા અકસ્માતમાં રુમિત પટેલનાં 59 વર્ષીય માતા પૂર્વીબેન વિનોદભાઈ પટેલનું મોત થયું છે, જયારે શેરિફ ઓફિસની કારમાં સવાર અધિકારીને ઈજાઓ થઈ હતી. આ સિવાય રૂમિત પટેલના પત્ની પણ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘયાલ થયા. મેરિઓન કાઉન્ટી શેરિફ ઓફિસનાં જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અકસ્માતની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.

ગયા અઠવાડિયે થયેલા આ અકસ્માતમાં કારચાલક રુમિત પટેલનાં માતાનું નિધન થયું, જયારે તેમના પત્ની દક્ષાબેનને ગંભીર ઈજાઓ થઈ છે. દક્ષાબેન પટેલને પરમેનન્ટ પેરાલિસિસ થઈ જાય તેવી સંભાવના છે. નસીબજોગે આ ગમખ્વાર અકસ્માતમાં તેમના 15 વર્ષીય પુત્ર પલ પટેલને સામાન્ય ઈજાઓ થઈ હતી, જયારે કાર ચાલક રુમિત પટેલને પણ ખાસ ગંભીર ઈજાઓ થઈ ન હતી. પરંતુ આ અકસ્માતમાં ત્રણ વર્ષ પહેલા જ કલોલથી અમેરિકા ગયેલો પરિવાર વેરવિખેર થઈ ગયો છે.

હોસ્પિટલમાં દાખલ દક્ષાબેન પટેલનો જીવ બચાવવા માટે રૂમિત પટેલે ક્રાઉડ ફન્ડિંગનો આશરો લીધો છે. સાથે જ તેમણે 35 હજાર ડોલર એકત્ર કરવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે તેમની પત્નીની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને કદાચ તેને હવે આખું જીવન વ્હીલચેર પર વિતાવવું પડે તેવી શક્યતા છે. તેમણે જણાવ્યું કે તેમનો પરિવાર ત્રણ વર્ષ પહેલા જ અમેરિકા આવ્યો હતો અને અલાબામામાં સ્થાયી થયો હતો. તેમણે બે અઠવાડિયા પહેલા જ કાર લીધી હતી અને કારનું પહેલું ઇન્સ્ટોલમેન્ટ ભરે એ પહેલા તેમના પરિવારને અકસ્માત નડ્યો, જેથી તેમની સ્થિતિ કપરી બની ગઈ છે. તેમણે એમ પણ જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલા તેમના માતાના અંતિમ સંસ્કાર કરવા માટે પણ આર્થિક મદદની જરૂર છે.

વધુ વાંચો: લાખો ડોલરનો ખર્ચો કરીને સ્ટુડન્ટ્સ વિઝા પર ગયા અમેરિકા, હવે H-1B વિઝા માટે ફાંફા, નિયમમાં ફેરફારની માગ

અકસ્માતમાં મૃત્યુ પામનાર પૂર્વીબેન થોડા સમય પહેલા જ અમેરિકા આવ્યા હતા, પરંતુ તેઓ દીકરાનું ઘર જુએ એ પહેલા જ મોતને અકસ્માતનો ભોગ બન્યા. રૂમિત પટેલને 35 હજાર ડોલરની જરૂર છે, પણ ક્રાઉડ ફન્ડિંગ દ્વારા 14 હજાર ડોલર ભેગા કરી લીધા છે, અને તેમને મદદ કરવા માટે ગુજરાતીઓ છુટ્ટા હાથે ફંડિંગ કરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ