બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ: સ્ટેબલ બાળકોને એમ્બ્યુલન્સમાં લઈ આવતા, પછી શરૂ થતો નકલી ખેલ, સરકારને કરોડોનો ચૂનો

કૌભાંડ / રાજકોટ: સ્ટેબલ બાળકોને એમ્બ્યુલન્સમાં લઈ આવતા, પછી શરૂ થતો નકલી ખેલ, સરકારને કરોડોનો ચૂનો

Last Updated: 11:41 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટેબલ બાળકોના ખોટા રિપોર્ટ બનાવવામાં આવતા હતા.. લેબોરેટરીમાંથી આવેલા રિપોર્ટને ફોન પર એડિટ કરી દેવાતો હતો

આયુષમાન યોજનામાં કૌભાંડ આચરવાનો જેના પર આરોપ છે તે નીહિત બેબી કેર હોસ્પિટલને લઇને વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટર રવિભાઇ સોલંકીએ અનેક ઘટસ્ફોટ કર્યા.. રવિ સોલંકીએ કહ્યું કે હોસ્પિટલ દ્વારા સ્ટેબલ બાળકોને પણ એમ્બ્યુલન્સમાં લઇ આવવામાં આવતા હતા. તેમણે કહ્યું કે સ્ટેબલ બાળકોના ખોટા રિપોર્ટ બનાવવામાં આવતા હતા.. લેબોરેટરીમાંથી આવેલા રિપોર્ટને ફોન પર એડિટ કરી દેવાતો હતો.. રિપોર્ટમાં સીઆરપી નોર્મલ હોવા છતા તેને એડિટ કરીને હાઇ કરી દેવાતા હતા.

છેલ્લા 3 થી 4 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું

હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટર રવિ સોલંકીએ વધુ ખુલાસો કરતા કહ્યુ કે સ્વસ્થ બાળકને વેન્ટિલેટર ઉપર રાખી વધારે પૈસા કમાવવા સ્વસ્થ બાળકની જિંદગી જોખમમાં મુકવામાં આવતી હતી.. છેલ્લા 3 થી 4 વર્ષથી આ કૌભાંડ ચાલતું હોવાનું તેમણે જણાવ્યું. સાથેજ કહ્યું કે આ રીતે આ ડોકટરે 30થી 40 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યુ છે..

આ પણ વાંચોઃ ‘હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ’ ઈન્સ્ટાગ્રામમાં દોસ્તી બાદ સનકી યુવકની ધમકી

મહત્વપૂર્ણ છે કે રાજકોટમાં બાળકોના ખોટા રિપોર્ટ બનાવી આયુષમાન યોજના હેઠળ સરકાર પાસેથી પૈસા પડાવવાના મામલામાં રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલ સામે સરકારે કડક પગલા લીધા છે.. સરકારે આ હોસ્પિટલને આયુષમાન યોજનાની સુવિધા આપતી હોસ્પિટલ્સના લિસ્ટમાંથી રદ કરી દીધી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ayushman yojna Report Scam Nihit baby Care
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ