બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ભારતીય રમતવીરોનો વિદેશમાં ડંકો! એશિયાઈ રિલે ચેમ્પિયન ટીમમાં નેશનલ રેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ
Last Updated: 11:59 PM, 20 May 2024
ભારતની મિશ્રિત 4x400 મીટર રિલે ટીમે પ્રથમ એશિયન રિલે ચેમ્પિયનશિપમાં રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. જોકે, ભારતીય ટીમ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે.. મોહમ્મદ અજમલ, જ્યોતિકા શ્રી દાંડી, અમોજ જેકબ અને શુભા વેંકટેશને ત્રણ મિનિટ 14.12 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ADVERTISEMENT
શ્રીલંકાની ટીમ બીજા સ્થાને
શ્રીલંકાની ટીમ ત્રણ મિનિટ 17.00 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહી હતી. વિયેતનામની ટીમ 3 મિનિટ 18.45 સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહી હતી.આજના દિવસે ભારતીય ટીમને વિશ્વ એથ્લેટિક્સની રોડ ટુ પેરિસ યાદીમાં 21મા સ્થાને મૂકી છે. ટીમનું લક્ષ્ય 15મા કે 16મા સ્થાને પહોંચવાનું હતું. આ સાથે ભારતની પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાની સંભાવનાઓ ઉજ્જવળ બની છે. પેરિસમાં મિશ્ર 4x400 મીટર રિલે ટીમમાં માત્ર 16 ટીમો ભાગ લેશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વગર મેચ રમે કેવીરીતે ફાઇનલમાં પહોંચી શકશે કોલકાતા નાઇટરાઇડર્સ, સમજો સમીકરણ
આ અગાઉનો રાષ્ટ્રીય રેકોર્ડ 3 મિનિટ 14.34 સેકન્ડનો હતો, જે ભારતીય ટીમે ગયા વર્ષે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતીને બનાવ્યો હતો. ભારતીય ટીમ રેસના ચારેય તબક્કામાં આગળ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.