બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / આ કંપનીના શેરે 4 વર્ષમાં આપ્યું 3612 ટકાનું છપ્પરફાડ રિટર્ન, રોકાણકારોના 1 લાખના થયા 37 લાખ
Last Updated: 06:29 PM, 20 May 2024
વન પોઇન્ટ વન સોલ્યુશન લિમિટેડના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. આ સ્મોલ કેપ કંપનીના શેરમાં લોકોને શાનદાર રિટર્ન મળી રહ્યું છે. જે લોકોએ આ કંપનીમાં લોંગ ટર્મ માટે રોકાણ કર્યું છે તેમને આ શેરે માલામાલ કરી દીધા છે. કેમ કે આ કંપનીએ છેલ્લા ચાર વર્ષમાં તેના રોકાણકારોને 3600 ટકા રિટર્ન આપ્યું છે.
ADVERTISEMENT
જેને પણ આ કંપનીના શેરમાં આજથી ચાર વર્ષ પહેલા 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હશે તેમને આજે લગભગ 40 લાખ રૂપિયા રિટર્ન મળ્યા છે. આજથી ચાર વર્ષ પહેલાં આ સ્મોલ કેપ કંપનીના શેરની કીંમત માત્ર 1.58 રૂપિયા હતી, જે અત્યારે વધીને 58.65 રૂપિયાએ પોંહચી ગઈ છે.
ADVERTISEMENT
1250 કરોડની માર્કેટ કેપીટલાઈઝ ધરાવતી વન પોઇન્ટ વન સોલ્યુશન લિમિટેડ નામની આ કંપનીના શેરે ચાર વર્ષમાં 3612 ટકા રિટર્ન આપ્યું, એટલે કહી શકાય કે, 4 વર્ષમાં 1 લાખનું 37 લાખ રિટર્ન આપ્યું છે. આ દરમિયાન તેની કિંમતમાં 57.07 રૂપિયાનો વધારો થયો છે.
અત્યારે આ ખબર લખાઈ રહી છે ત્યારે સોમવારે માર્કેટ ચાલુ છે, જેથી તેના છેલ્લા લેટેસ્ટ ભાવની વાત કરવી હોય તો શનિવારે વન પોઇન્ટ વન સોલ્યુશનનો શેર 5.01 ટકાની તેજી સાથે 58.65 રૂપિયાએ ક્લોઝ થયો હતો. તે શનિવારે 58 રૂપિયાએ પર પણ પોંહચ્યો હતો. આઈટી સર્વિસ આપતી આ કંપનીના શેરમાં છેલ્લા પાંચ દિવસમાં 19.69 ટકા તેજી આવી છે.
વાંચવા જેવું: વગર પાણીએ રેતીમાં ઉગનાર આ પાક કંઇ સોનાથી કમ નથી, કરાવશે લાખોમાં કમાણી
આ કંપનીએ હમણાં જ તેના તાજેતરના ક્વોર્ટરના આંકડા બહાર પાડ્યા હતા. માર્ચના ક્વોર્ટરના આંકડા પ્રમાણે ગત વર્ષની તુલનામાં નેટ પ્રોફિટ 105 ટકા વધ્યો છે. જેને મહિના પહેલા રોકાણ કર્યું હશે તેને 10 ટકા અને 6 મહિના પહેલાવાળાને 23 ટકા રિટર્ન મળ્યું છે. આ શેરે એક જ વર્ષમાં 163.60 ટકા રિટર્ન આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.