બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / સેમસંગની મોટી જાહેરાત, વર્ષમાં બે વાર રિપેર કરાવી શકશો તમારા તૂટેલા કે ક્ષતિગ્રસ્ત ફોન, આ છે પ્લાન

તમારા કામનું / સેમસંગની મોટી જાહેરાત, વર્ષમાં બે વાર રિપેર કરાવી શકશો તમારા તૂટેલા કે ક્ષતિગ્રસ્ત ફોન, આ છે પ્લાન

Last Updated: 08:35 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગેલેક્સી સ્માર્ટફોન, ગેલેક્સી ટેબલેટ, ગેલેક્સી વોચ, ગેલેક્સી બુકનો સમાવેશ થાય છે.

સેમસંગે સોમવારે એક મોટી જાહેરાત કરી છે, જેના પછી વપરાશકર્તાઓ તેમના ડેમેજ અથવા ક્ષતિગ્રસ્ત સ્માર્ટફોન, ટેબલેટ, સ્માર્ટવોચ વગેરેને વર્ષમાં બે વાર કોઈપણ વધારાના ખર્ચ વિના રિપેર કરાવી શકશે. કંપનીએ એમ પણ કહ્યું કે ગ્રાહકો કસ્ટમર સર્વિસ સેન્ટર પર પણ આવી શકે છે, અથવા તેઓ ઘરેથી પિકઅપનો વિકલ્પ પસંદ કરી શકે છે.

સેમસંગના ભારતમાં તેના સ્માર્ટફોન અને ટેબલેટના પોર્ટફોલિયોમાં ઘણા બધા ઉપકરણો છે. આ વિવિધ કિંમતના સેગમેન્ટ્સ અને ફિચર્સ સાથે આવે છે. આ ગેજેટ્સ માટે કંપની પાસે સેમસંગ કેર+ પ્રોગ્રામ પહેલેથી જ છે, જેને કંપનીએ હવે મફતમાં અપગ્રેડ કર્યો છે. આ અપગ્રેડેશન હેઠળ વપરાશકર્તાઓ તેમના ઉપકરણને વર્ષમાં બે વાર રિપેર કરાવી શકશે.

ઘરથી પિકઅપની સુવિધા

Samsung Care+ને લઇ વપરાશકર્તાઓ વોક-ઇન અને પિક-અપની સુવિધાનો લાભ લઇ શકે છે. અહી કસ્ટમર પોતાની સુવિધા અનુસાર કોઇ પણએક ઓપ્શન પસંદ કરી શકે છે અને પોતાના ડિવાઇસ રિપેરિંગ કરાવી શકે છે. ટાઇમ સિડ્યુલ પણ કરી શકો છો. કોઈપણ વિકલ્પ પસંદ કરી શકે છે અને તેમના ઉપકરણને રિપેર કરાવી શકે છે.

Samsung Care+ માં અસલી પાર્ટ્સ

સેમસંગ કેર+ વિશે કંપની દાવો કરે છે કે સેમસંગ ઉત્પાદનોને રિપેર કરવા માટે અસલી પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત ઉપકરણનાના પરફોર્મસને લઇ કોઇપણ પ્રકારનું સમજૌતા કરવામાં નહી આવે. આ સાથે તમારું ઉપકરણ એકદમ નવા ઉપકરણની જેમ કામ કરશે.

આ પણ વાંચોઃ વીજળીના બિલથી કૂલિંગ સુધી, ઇન્વર્ટર અને નોન-ઇન્વર્ટર એસી વચ્ચે શું તફાવત છે?

સેમસંગ કેર+નો પ્લાન

Samsung Care+ પ્લાનની પ્રારંભિક કિંમત રૂ. 399 છે, જેમાં ગેલેક્સી શ્રેણીને આવરી લે છે. જેમાં ગેલેક્સી સ્માર્ટફોન, ગેલેક્સી ટેબલેટ, ગેલેક્સી વોચ, ગેલેક્સી બુકનો સમાવેશ થાય છે. ઉપરાંત સેમસંગ કેર+ માં કોઈપણ મુશ્કેલી વિના ક્લેમ મળી જાય છે, જે શૂન્ય દસ્તાવેજો પર આધારિત છે. કંપનીએ કહ્યું કે, આ સમયગાળા દરમિયાન યુઝર્સની ડેટા પ્રાઈવસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ સાથે જો ગ્રાહક ઇચ્છે તો તે રિપેરિંગ પ્રક્રિયાને ટ્રેક કરી શકે છે, જેના માટે એક સરળ પ્રક્રિયાને અનુસરવી પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

ડિવાઇસ રિપેરિંગ ટેકનોલોજી gadgets news Samsung Technology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ