બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઉનાળામાં ખાલી પેટે ખાઓ આ વસ્તુ, પેટની બીમારીઓ રહેશે દૂર, લૂથી પણ થશે બચાવ
Last Updated: 06:30 PM, 20 May 2024
ભારતમાં ઉનાળાની ગરમી દિવસે દિવસે વધી રહી છે. ગરમીનો પારો 45 ડિગ્રીએ ટચ થઈ રહ્યો છે.લોકો લૂ અને ડિહાઈડ્રેશનનાં કારણે બીમાર પડી રહ્યા છે. અનેક લોકો સ્ટ્રોકનો પણ શિકાર બની રહ્યા છે. આ ભીષણ ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખવું જરૂરી છે. આવી ગરમીમાં તમારે લૂ અને ડિહાઈડ્રેશનથી બચવું હોય તો કાકડી ખૂબ ગુણકારી સાબિત થઈ શકે છે. અમે તમને ઉનાળામાં ખાલી પેટે કાકડીના સેવનના ફાયદા વિશે જણાવીશું.
ADVERTISEMENT
ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખવા સવારે ઉઠીને કેટલીક વસ્તુઓ ખાવી જરૂરી છે. તેનાથી તમને એનર્જી પણ મળે છે અને તમારું શરીર પણ ઠંડુ રહે છે. કારણ કે ઉનાળામાં લોકો આસાનીથી ડિહાઈડ્રેશનનો શિકાર બની જાય છે. આ માટે તમારે ગરમીથી બચવા સવારે ઊઠીને ખાલી પેટે કાકડી ખાવી જોઈએ. કાકડીમાં 90 ટકા જેટલું પાણી હોય છે જે શરીરમાં પાણીનો અછત થવા દેતું નથી.
ડિહાઈડ્રેશન અને લૂથી બચાવ
સવારે ઉઠીને ખાલી પેટે કાકડી ખાવાથી તમે ડિહાઈડ્રેશનથી બચી શકો છો. કાકડીમાં સારા એવા પ્રમણમાં ફાયબરનું પ્રમાણ હોય છે. તેના સેવનથી શરીરમાં પાણી ખૂટતું નથી. તેનાથી લૂમાં પણ બચાવ થાય છે.
ADVERTISEMENT
શરીરનું તાપમાન
દરરોજ 1-2 કાકડી ખાવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. તેના કારણે શરીર પર ગરમીની અસર પણ ઘટી જાય છે.
આ પણ વાંચોઃ પોષક તત્વોથી ભરપૂર ડાર્ક ચોકલેટ ખાવાના અનેક ફાયદા, તણાવથી લઈને ત્વચા સુધીની સમસ્યાઓ માટે કારગર
પેટને મળે છે રાહત
સવારે ખાલી પેટે કાકડી ખાવાથી પેટમાં ઠંડક થાય છે. તેના કારણે પાચનતંત્ર પણ મજબૂત બને છે. ગેસ, અપચો જેવી સમસ્યામાં પણ રાહત મળે છે.
Disclaimer: અહીંયા જણાવેલ નુસ્ખા અને સલાહો કોઈ દવા અને ઈલાજનો વિકલ્પ નથી જેથી તેને અપનાવતા પહેલા ડૉક્ટર કે બીજા કોઈ એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.