બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ત્રણ વર્ષમાં આ સાત કંપનીના શેરે આપ્યો તગડો નફો, રિટર્નની ટકાવારી જાણી ભલભલા વિચારે ચડયા

સ્ટોક માર્કેટ / ત્રણ વર્ષમાં આ સાત કંપનીના શેરે આપ્યો તગડો નફો, રિટર્નની ટકાવારી જાણી ભલભલા વિચારે ચડયા

Last Updated: 09:25 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSE 500માં અનેક કંપનીઓ છે જેમના શેરે રોકાણકારોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે, અને આવી કંપનીઓ એક બે નહીં પણ મોટી સંખ્યામાં છે. આજે એવી કેટલીક કંપનીઓના શેર વિશે વાત કરીશું જેને ઈન્વેસ્ટરો પર પૈસાનો વરસાદ વરસાવ્યો છે.

રોકાણકારો માટે શેર માર્કેટ કરતા ગોલ્ડ વધુ સેફ ઓપ્શન છે. પરંતુ છતાં શેર માર્કેટમાં રોકેલા પૈસા પણ સારું એવું રિટર્ન આપે છે. એવા અનેક શેર છે જે ઈન્વેસ્ટરો પર પૈસાનો વરસાદ વરસાવી રહ્યા છે. એવી અનેક કંપનીઓ છે જેમના શેરે છપ્પરફાડ રિટર્ન આપ્યું છે, અને આવી કંપનીઓ એક બે નહીં પણ મોટી સંખ્યામાં છે. આજે એવી કેટલીક કંપનીઓ વિશે વાત કરીશું જેને BSE 500માં રોકાણકારોને છેલ્લા ત્રણ વર્ષમાં પૈસાદાર બનાવ્યા છે.

  • લોયડ્સ મેટલ્સ એન્ડ એનર્જીના શેરે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ રિટર્ન આપ્યું છે. તેને ત્રણ વર્ષમાં 4775 ટકા રિટર્ન આપ્યું છે. મતલબ કે BSE 500માં સામેલ આ કંપનીના શેરમાં ત્રણ વર્ષ પહેલાં જો તમે 1 લાખ રૂપિયા રોક્યા હોય તો તેના 47 લાખ રૂપિયા રિટર્ન મળ્યા હોત.
  • જ્યુપિટર વેગને પણ રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યું છે, ત્રણ પહેલા આ કંપનીના શેર 16.70 રૂપિયાથી વધી 517 રૂપિયાએ પોંહચી ગયા છે. તેને ત્રણ વર્ષમાં રોકાણકારોને 2400 ટકા રિટર્ન આપ્યું છે. રેલવે માટે વેગન બનાવતો આ કંપનીએ ગયા વર્ષે શેરમાં 353 ટકા નફો આપ્યો હતો.  
  • અપાર ઈન્ડસ્ટ્રી કંપનીના શેરે પણ ત્રણ વર્ષમાં ધમાકેદાર રિટર્ન આપ્યું છે. તેને ત્રણ વર્ષમાં 1458   ટકા રિટર્ન આપ્યું છે. ત્રણ વર્ષ પહેલાં તેના શેર 500 રૂપિયાએ ટ્રેડ કરતો હતો તે અત્યારે 8064એ પોંહચી ગયો છે.
  • મુઝગાવ ડૉક શિપબિલ્ડર્સના શેરની કીમતમાં ત્રણ વર્ષમાં 1400 ટકા ઉછાળો આવ્યો છે. ત્રણ વર્ષમાં તેના શેરની કીંમત 201 રૂપિયા હતી તે અત્યારે વધીને 2874 રૂપિયા થયા છે.
  • ત્રણ વર્ષમાં BLS ઈન્ટરનેશનલ સર્વિસીઝના શેર પણ મલ્ટીબેગર સાબીત થયા છે. તેને આ દરમિયાન 1221 ટકા લોકોને રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં આ કંપનીના શેરે 80 ટકા રિટર્ન આપ્યું છે. અત્યારે તેનો ભાવ 318.30 રૂપિયા છે.
  • JBM ઓટોના શેરે પણ તરખરાટ મચાવ્યો છે. ત્રણ વર્ષ પહેલાં આ શેરની કીંમત 168.56 રૂપિયા હતી જે અત્યારે 1833 રૂપિયાએ પોંહચી ગયો છે. તેને ત્રણ વર્ષમાં 1166 ટકા રિટર્ન આપ્યું છે.

આ પણ વાંચોઃ 1200 રૂપિયાને આંબશે ટાટાનો આ શેર, કંપનીએ 43 હજાર કરોડનો બનાવ્યો પ્લાન, જાણો અંદરની વિગત

રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરની કીમત આજથી ત્રણ વર્ષ પહેલાં 29 રૂપિયા હતી. જે અત્યારે 299 રૂપિયાએ પોંહચી ગઈ છે. ત્રણ વર્ષમાં રોકાણકારોને તેને 1000 ટકા રિટર્ન આપ્યું છે.

Disclaimer: શેર માર્કેટમાં કોઈ પણ પ્રકારના રોકાણ કરતા પહેલા તમારા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો

સંકળાયેલા મુદ્દાઓ

Multibagger Stock Small Cap Company Business Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ