બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / Health / આરોગ્ય / OMG! શક્તિ અને સૌદર્ય વધારવાની દવા ગધેડાને મારીને બને છે! રિસર્ચ રિપોર્ટમાં દાવો
Last Updated: 09:39 PM, 20 May 2024
ચીન સહિત ઘણા દેશોમાં મોટી સંખ્યામાં ગધેડાની હત્યા કરીને તેમની ચામડી કાઢીને વેચવામાં આવી રહી છે. જિલેટીનને ગધેડાની ચામડીમાંથી કાઢવામાં આવે છે અને તેને ખાસ પ્રકારની દવાઓ સાથે મિશ્રિત કરવામાં આવે છે.
ADVERTISEMENT
ચીનમાં ગધેડાની વસ્તી અચાનક જ ઓછી થવા લાગી છે. અન્ય ઘણા દેશોમાં ગધેડાની વસ્તી ઝડપથી ઘટી રહી છે. જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે મોટી સંખ્યામાં ગધેડાઓને મારીને તેમની ચામડી વેચવામાં આવી રહી છે. તેમાં જોવા મળતા જિલેટીનનો ઉપયોગ અનેક ઉત્પાદનોમાં થાય છે.
બ્રિટિશ સંસ્થા 'ધ ડોન્કી સેન્ચ્યુરી'ના રિપોર્ટ અનુસાર દર વર્ષે લગભગ 59 લાખ ગધેડાને મારીને તેમની ચામડીમાંથી જિલેટીન કાઢવામાં આવે છે. જિલેટીનમાંથી બનતી દવાઓની બજારમાં ખૂબ માંગ છે.
ADVERTISEMENT
આ ખાસ દવા જિલેટીનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે
ગધેડાની ચામડીમાંથી કાઢવામાં આવતા જિલેટીનને એજિયો કહેવામાં આવે છે. આ જિલેટીનનો ઉપયોગ ચીનમાં જૂની દવાઓ બનાવવામાં થાય છે. એનર્જી અને શક્તિ વધારવા માટે આ પ્રકારની દવાઓમાં આનો વપરાય થાય છે. આ સિવાય જિલેટીનનો ઉપયોગ એનિમિયાથી લઈને સ્કિન કેર અને બ્યુટી પ્રોડક્ટ્સ સુધી દરેક વસ્તુમાં થાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ચીનમાં એજિયોનો ઉપયોગ ચાથી લઈને ખાવાની વસ્તુઓમાં થાય છે.
આ પણ વાચોઃ ઇરાનના રાષ્ટ્રપતિ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત
એજિયો ગધેડાના ચામડામાંથી કાઢવામાં આવેલા કોલેજનમાંથી બનાવવામાં આવે છે. જ્યારે તેને ગધેડાની ચામડીમાંથી બહાર કાઢવામાં આવે છે, ત્યારે તે ગોળીઓના પ્રવાહીમાં મેળવવામાં આવે છે. પછી તે અન્ય વસ્તુઓમાં પ્રોડ્યુસ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીનમાં એજિયોની ભારે માંગ છે. પરંતુ પુરવઠો મર્યાદિત છે. પાકિસ્તાન જેવા દેશોમાંથી ચીનને મોટી સંખ્યામાં ગધેડા સપ્લાય કરવામાં આવે છે.
(Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.