બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તાપીમાં શિકારી દિપડાનો શિકાર કરતી ગેંગ સકંજામાં! અંગોના ઉપયોગનું કારણ અચંબામાં મૂકે તેવું

ક્રાઈમ / તાપીમાં શિકારી દિપડાનો શિકાર કરતી ગેંગ સકંજામાં! અંગોના ઉપયોગનું કારણ અચંબામાં મૂકે તેવું

Last Updated: 11:22 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tapi News: તાપીના સોનગઢમાં વન વિભાગે મલંગદેવ રેન્જમાંથી દીપડાના અંગો સાથે 4 શખ્સો પકડી લીધા છે

પોલીસ બંને આરોપીને ઝડપી લીધા છે. જે દેખાય છે ભોળા અને પરંતુ તેટલા જ તે ખતરનાખ શિકારી છે. જે પોતાની અંધશ્રદ્ધા પુરી કરવા તાંત્રિક વિધિઓ માટે દિપડાનો શિકાર કરી. તેના અંગોનો ઉપયોગ કરતા હતા. પરંતુ પોલીસે બાતમી આધારે આ બંને શખ્સોની સાથે-સાથે અન્ય 4 લોકોને ઝડપી પાડ્યા છે.

દિપડાનો શિકાર કરતી ગેંગ

તાપીના સોનગઢમાં વન વિભાગે મલંગદેવ રેન્જમાંથી દીપડાના અંગો સાથે 4 શખ્સો પકડી લીધા છે. શિકારીઓ પાસેથી વનવિભાગને હથિયારો પણ મળી આવ્યા છે. જેના વડે તેઓ દિપડાનો શિકાર કરતા હતા. વનવિભાગની પ્રાથમિક પુછપરછમાં તાંત્રિક વિધિ માટે આ શિકારીઓ શિકાર કરે છે. તેમની પાસેથી દિપડાના દાંત, નખ, પંજા અને પુછડી જેવા અંગે મળી આવ્યા છે.

વાંચવા જેવું: NDRFની 15 તો SDRFની 11 કંપની તૈયાર, ચોમાસાની તૈયારી માટે સરકારે કસી કમર

તાંત્રિક વિધિ માટે શિકાર!

અંદ્ધશ્રદ્ધામાં માણસ કાંઈપણ કરી શકે છે. તે પછી નિર્દોષનો જીવ લેવાની વાત પણ કેમ ન આવે. અહીં પણ આવી જ ઘટના સામે આવી છે. જોકે વન વિભાગે આ શિકારીઓ દિપડા જેવા પ્રાણીઓનો શિકાર કરી તેના અંગેનો વેચાણ કરતા હતા કે, નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. જેમાં આગામી વધુ ખુલાસાઓ થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Leopard Hunting Leopard Hunters Tapi News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ