બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / રોહિત શર્માનો 'પ્રાઇવસીમાં દખલ' કરવાનો આરોપ... હવે IPL બ્રોડકાસ્ટરે આપ્યો આ ખુલાસો

આઇપીએલ / રોહિત શર્માનો 'પ્રાઇવસીમાં દખલ' કરવાનો આરોપ... હવે IPL બ્રોડકાસ્ટરે આપ્યો આ ખુલાસો

Last Updated: 06:38 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મામલે ચેનલનું નિવેદન સામે આવ્યું છે અને તેણે આવા આરોપોને નકારી કાઢ્યા છે.

Rohit Sharma Video Viral: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરીને ચાહકોમાં સનસનાટી મચાવી દીધી છે. આ પોસ્ટ દ્વારા રોહિતે IPL બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ પર અંગત વીડિયો ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે ચેનલનું નિવેદન સામે આવ્યું છે અને તેણે આવા આરોપોને નકારી કાઢ્યા છે.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને તાજેતરમાં IPLમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ IPL પ્લેઓફમાં પહોંચી શકી નથી. હવે રોહિતે જૂનમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ 2024ની તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ રોહિતે હાલમાં જ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરીને ચાહકોમાં સનસનાટી મચાવી દીધી છે. આ પોસ્ટ દ્વારા રોહિતે IPL બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ પર અંગત વીડિયો ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે ચેનલનું નિવેદન સામે આવ્યું છે અને તેણે આવા આરોપોને નકારી કાઢ્યા છે.

પોસ્ટ જોઈને એવું લાગી રહ્યું હતું કે રોહિતે ગુસ્સામાં આ લખ્યું છે. આ પોસ્ટ દ્વારા તેણે IPL બ્રોડકાસ્ટરને ફટકાર લગાવી છે. રોહિત ગુસ્સે હતો કે તેના ઇનકાર છતાં ચેનલે તેનો અંગત વીડિયો પ્લે કર્યો હતો. તેનુ કહેવું છે ખેલાડીઓનું પણ અંગત જીવન હોય છે. તે મિત્રો સાથે વાત કરે છે, પ્રવાસ કરે છે અને તેના પરિવાર સાથે વાત પણ કરે છે. બધું રેકોર્ડ કરીને તેને ચલાવવું યોગ્ય નથી.

કેપ્ટન રોહિતે પોસ્ટમાં શું લખ્યું?

રોહિતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'ક્રિકેટર્સની જીંદગી ખૂબ જ દખલંદાજી વાળી બની ગઈ છે. કૅમેરા અમારી દરેક હિલચાલ અને વાતચીતને રેકોર્ડ કરે છે, અમે અમારા મિત્રો સાથી ખેલાડીઓ સાથે તાલીમ દરમિયાન અને મેચના દિવસોમાં ખાનગીમાં શું કરીએ છીએ તેને રેકોર્ડ કરે છે. હિટમેને આગળ લખ્યું, 'જો કે સ્ટાર સ્પોર્ટ્સને વાતચીત રેકોર્ડ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું, તેમ છતાં તેઓએ કર્યું અને તેને પ્રસારિત પણ કર્યું, જે ગોપનીયતાનું ઉલ્લંઘન છે. એક્સક્લુસિવ કંટેટ મેળવવા અને માત્ર વ્યુજ મેળવવા ઇગેજમેન્ટ પર ફોક્સ કરવું એક દિવસ ચાહકો, ક્રિકેટરો અને ક્રિકેટ વચ્ચેનો વિશ્વાસ ખોવાઈ જશે.

બ્રોડકાસ્ટરએ નિવેદનમાં શું કહ્યું?

હવે આ મામલે બ્રોડકાસ્ટરનું નિવેદન આવ્યું છે. તેણે આ આરોપોને નકારી કાઢ્યા છે. તેણે કહ્યું, 'આ ક્લિપ (વિડિયો) 16 મેના વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ) ખાતે પ્રેક્ટિસ સેશન દરમિયાન લેવામાં આવી હતી, જેનો અધિકૃત એક્સેસ સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે. આમાં એક સિનિયર ખેલાડી બાજુમાં પોતાના મિત્રો સાથે વાત કરતો જોવા મળે છે. સ્ટારે પોતાના નિવેદનમાં કહ્યું, 'આ વાતચીતનો કોઈબી ઓડિયો ન તો રેકોર્ડ થયો કે ન તો પ્રસારિત થયો. ક્લિપ, જેમાં વરિષ્ઠ ખેલાડીને ઑડિયો રેકોર્ડ ન કરવાની વિનંતી કરતો બતાવવામાં આવ્યો હતો, તે મેચ પૂર્વેની તૈયારીઓ દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સના લાઇવ કવરેજમાં બતાવવામાં આવી હતી. જે એડિટોરિયલની જાણકારીમાં ન હતો.

આ પણ વાંચોઃ IPLની ફાઇનલમાં કોની સામે થઇ શકે છે RCBનો સામનો? કર્યો હરભજનસિંહે ખુલાસો

બ્રોડકાસ્ટરે કહ્યું, 'સ્ટાર સ્પોર્ટ્સે વિશ્વમાં ક્રિકેટનું પ્રસારણ કરતી વખતે વ્યાવસાયિક આચરણના ઉચ્ચતમ ધોરણોનું પાલન કર્યું છે. ચાહકોને લાવવા, તૈયારીઓ અને એક્સન દરમિયાન ખેલાડીઓની ગોપનીયતાનું ધ્યાન રાખવામાં આવે છે અને તેનું સન્માન કરવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Sharma Cricket સ્પોર્ટ્સ IPL Broadcaster IPL બ્રોડકાસ્ટર
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ