બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:49 PM, 14 May 2024
બોલિવૂડની ડ્રામા ક્વીન તરીકે જાણીતી રાખી સાવંત વિશે એવા સમાચાર છે કે, તેને હૃદય સંબંધિત સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અભિનેત્રીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં રાખી સાવંત હોસ્પિટલના બેડ પર સુતેલી જોઈ શકાય છે. કેટલાક ફોટામાં, તેના હાથ પર કૈનુલા લગાવેલો જોઈ શકાય છે, જ્યારે અન્ય ફોટામાં, તેની ઉપરની સ્ક્રીન પર તેના વાઇટલ્સનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. એક ફોટામાં, એક નર્સ તેનું બ્લડ પ્રેશર ચેક કરતી જોઈ શકાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: કરોડોની માલકણ છે કંગના રનૌત, ચૂંટણી પંચને આપી નેટવર્થની માહિતી, સોનું-ચાંદી કિલોમાં
હાર્ટની સમસ્યાને કારણે દાખલ થઇ રાખી ?
ADVERTISEMENT
પાપારાઝી વિરલ ભાયાનીએ આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, "એવું લાગે છે કે રાખીને હૃદય સંબંધિત કોઈ બિમારીને કારણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અમે ડૉક્ટરો પાસેથી વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવું છું અને તેમની પહેલાની ક્રેઝીનેસને ફરીથી જોવા માંગુ છું ." જ્યારે ઘણા ચાહકોએ કોમેન્ટ સેક્શનમાં રાખીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે તો કેટલાકે કહ્યું માનવું મુશ્કેલ છે.
રાખી સાવંતની ટીમ તરફથી કોઈ સ્પષ્ટતા નહીં
એક વ્યક્તિએ લખ્યું- ઓવર એક્ટિંગની આડ અસર. ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું છે - જલ્દી સ્વસ્થ થાઓ અને જલ્દીથી પાછા ફરો રાખી. પરંતુ હજુ સુધી આ અંગે રાખી સાવંતની ટીમ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.