બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'ભૂત સાથે સંબંધમાં છું, છોકરીએ સાચા માનવા પડે તેવા પુરાવા આપ્યાં, પાછલા જન્મ અંગે બોલી
Last Updated: 03:05 PM, 14 May 2024
અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહેતી રેબેકા નામની યુવતીએ ભૂતના પ્રેમમાં હોવાનો દાવો કર્યો છે. રેબેકાનો આ બોયફ્રેન્ડ વેલ્શનો સૈનિક હતો અને તે સેંકડો વર્ષ પહેલા મૃત્યુ પામ્યો હતો પરંતુ તે ભૂત થઈને ફરી રહ્યો હતો. રેબેકાએ તેને રુપર્ટ એવું નામ આપ્યું છે.
ADVERTISEMENT
1781ની સાલમાં લગ્નનો દાવો
રેબેકાએ એવો પણ દાવો કર્યો છે કે ભૂત સાથેનો તેનો સંબંધ આજકાલનો નથી પરંતુ સદીઓ જુનો છે. 1781ની સાલમાં અમે બન્નેએ લગ્ન કર્યાં હતા. આ વર્ષે તે 82મી રેજિમેન્ટમાં કામ કરતો સૈનિક હતો અને અહીં તહેનાત હતો.
ADVERTISEMENT
સંમોહનથી આપ્યો પુરાવો
રેબેકાએ આ વાતનો પુરાવો સંમોહનથી આપ્યો છે. સંમોહનમાં તે બોલી હતી કે તે 1781 સાલમાં સૈનિક સાથે લગ્નસંબંધમાં હતી. બીજા માધ્યમોથી આ હકીકત સાચી હોવાનું જણાયું છે.
ADVERTISEMENT
વધુ વાંચો : પ્લેનમાં ચોરી કરતો VIP ચોર ઝડપાયો, 200 ફ્લાઇટમાંથી કરી લાખો રૂપિયાની ચોરી
સંમોહનથી કોઈને પણ ભૂતકાળ જાણી શકાય છે
ADVERTISEMENT
સંમોહન પદ્ધતિથી કોઈ પણ ભૂતકાળ જાણી શકાય છે તે વાત વિજ્ઞાને પણ પુષ્ટ કરી છે. અગાઉના જન્મ વિશે પણ જાણી શકાય છે તેવા પણ દાવા છે. સંમોહન જાણનાર વ્યક્તિ પહેલા તેને સંમોહિત કરે છે પછી તેને એક નિશ્ચિત કાળમાં લઈ જાય છે જોકે સંમોહન અંગે ઘણી ખોટી ધારણાઓ છે પરંતુ સાચી વાત એ છે સંમોહનમાં વ્યક્તિ પર પોતાનો સંપૂર્ણ કાબુ હોય છે અને કોઈ ખોટા કામનું કહેવા તે ઈન્કાર પણ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.