બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:47 PM, 14 May 2024
ફ્લાઇટમાં ચોરી કરતા એક શખ્સને દિલ્લી પોલીસે ઝડપી પાડ્યો છે. આ શાતિર ચોરે 110 દિવસમાં 200 ફ્લાઇટમાં મુસાફરી કરીને લાખો રૂપિયા ચોર્યા હતા. પરંતુ એક મહિલાની ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરતા આ ચોર ઝડપાઇ ગયો હતો.
ADVERTISEMENT
દિલ્હી પોલીસને એરપોર્ટ પરથી ચોરીની બે ફરિયાદો મળતા તપાસ ટીમ બનાવી હતી. જેમાં એક મહિના પહેલા હૈદરાબાદથી દિલ્હી આવી રહેલ એક મહિલાની 7 લાખની જ્વેલરી ચોરી થઈ હતી, ત્યાર બાદ એક અમેરિકન નાગરિકની પણ ફરિયાદ મળી હતી કે તેનો 20 લાખનો કિંમતી સામાન ચોરાઈ ગયો છે.
ફરિયાદના આધારે એરપોર્ટના CCTV ફૂટેઝ ચેક કર્યા તો તેમાં ચોરીની વારદાત વખતે રાજેશ કપૂર નામનો શખ્સ ત્યાં કોમન જોવા મળ્યો હતો. જેના આધારે દિલ્હીના પહાડગંજ વિસ્તારમાંથી તેની ધરપકડ કરી દેવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
ADVERTISEMENT

પોલીસ દ્વારા દિલ્હી, હૈદરાબાદ અને અમૃતસરના CCTV ચેક કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા શખ્સે ગુનો કબૂલ કરતા જણાવ્યું કે, તે કનેક્ટિંગ ફ્લાઇટના યાત્રીઓને ટાર્ગેટ બનાવતો હતો. તેને જે હૈદરાબાદની મહિલા પાસેથી ચોરી કરી હતી તે દિલ્લી આવીને અમેરિકાની કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની હતી. તો અમેરિકાના રહેવાસી અમૃતસરથી જર્મની જવાના હતા અને તે દિલ્લીથી કનેક્ટિંગ ફ્લાઇટમાં પકડવાના હતા તે દરમિયાન તેમનો સામાન ચોરી કર્યો હતો.
ADVERTISEMENT
દિલ્હી DCPના જણાવ્યા અનુસાર, આ આરોપી મોટી ઉંમરની મહિલાઓને પોતાનો ટાર્ગેટ બનાવતો. તેમના હાવભાવ પર નજર રાખતો, તેમની પાસેના કિંમતી સામાનની માહિતી મેળવી લેતો હતો. ફ્લાઇટમાં તે પોતાની સીટ ચેન્જ કરવાનો આગ્રહ કરી ટાર્ગેટ પાસે જઈને બેસતો. અને ત્યાં ઓવરહેડ સેક્શનમાં બેગ સેટ કરવાનું નાટક કરીને ચાલાકીથી સામાન ચોરી લેતો.
વધુ વાંચો: PM નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે વારાણસીથી ભર્યું ઉમેદવારી ફોર્મ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલ આરોપી રાજેશ કપૂર પાસે પહાડગંજ વિસ્તારમાં રિકી ડીલક્સ નામનું ગેસ્ટ હાઉસ છે, તે ગેસ્ટ હાઉસમાં જ રહે છે. તેનો એક્સચેન્જનો પણ કારોબાર હતો અને મોબાઈલ રિપેર કરવાની દુકાન પણ હતી. તેને અત્યાર સુધી હૈદરાબાદ, દિલ્હી, મુંબઈ, ચંદીગઢ, ચેન્નઈ જેવા અનેક એરપોર્ટ પરથી મહિલા યાત્રીઓ પાસેથી ચોરી કરી હતી. તે પહેલા ટ્રેનમાં ચોરી કરતો હતો પણ ત્યાં પકડાઈ જતા તેને ફ્લાઇટમાં ચોરી કરવાનું શરૂ કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.