બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / RTOની આકરી કાર્યવાહી: વાહનવેરો ન ભરનારાને ફટકારી નોટિસ, પડશે બોજો

રાજકોટ / RTOની આકરી કાર્યવાહી: વાહનવેરો ન ભરનારાને ફટકારી નોટિસ, પડશે બોજો

Last Updated: 11:15 PM, 14 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટ આરટીઓ કચેરી દ્વારા 2 વર્ષથી લઈને 8 વર્ષ સુધી જે વાહન ધારકોએ પોતાના વાહનોનો વેરો ભર્યો નથી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ આરટીઓ કચેરીના ઇતિહાસમાં પ્રથમ વખત વાહન વેરો ન ભરનાર વાહનધારકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાના 1223 કરતા વધુ વાહન ધારકોને રૂપિયા 20 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ આગામી 15 દિવસોમાં જો આ વાહન ધારકો વેરો નહીં ભરે તો તેમની મિલકત ઉપર બોજો નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારે આવું પ્રથમ વખત બનશે જ્યાં વાહન ધારકોને સ્થાનિક અને જંગમ મિલકત પર વેરો નાખવાની કાર્યવાહી કરાશે.

rajkot 1

1223 જેટલા વાહન ધારકોને નોટિસ

રાજકોટ આરટીઓ કચેરી દ્વારા 2 વર્ષથી લઈને 8 વર્ષ સુધી જે વાહન ધારકોએ પોતાના વાહનોનો વેરો ભર્યો નથી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આરટીઓ દ્વારા રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ અંતર્ગત આ વાહન ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે અને તાત્કાલિક વાહનનો વેરો ભરવાની તાકીદ કરવામાં આવી છે. આ અંગે આરટીઓ અધિકારી કે.એમ ખપેડે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો દ્વારા વેરો ભરવામાં નથી આવી રહ્યો. જેને લઇને કડક કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં 1223 જેટલા વાહન ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે અને રૂપિયા 20 કરોડથી વધુનો વેરો ઉઘરાવવાની કામગીરી કરાઈ છે. બીજી તરફ RTO દ્વારા નોટિસ ફટકાર્યા બાદ અત્યાર સુધીમાં રૂપિયા 68 લાખનો વેરો ભરાઈ ગયો છે અને હજુ પણ આ કામગીરી ચાલી રહી છે.

જાણો કયાં વાહનોનો કેટલો ટેક્સ બાકી

  • શૈક્ષણિક સંસ્થા 9 વાહનો રૂ. 2,31,617
  • 23 ટેક્સી રૂ. 31,01,498
  • 198 મેક્સી રૂ. 1,80,11,074
  • 53 બસ રૂ. 14,78,32,929
  • 186 ગુડ્સ રૂ.2,03,34,745
  • 123 એક્સવેટર રૂ 35,44,472
  • 624 સ્પેશિયલ વ્હીકલ રૂ. 1,67,38,502
  • 8 અન્ય વાહનો રૂ. 1,04,800

કુલ 1223 વાહનોન રૂ. 20,99,17,637

વાંચવા જેવું: આ વખતે ચોમાસુ વહેલું આવશે? આગાહી છતાં જણસ સાચવવામાં બેદરકારી કેમ?

કાર્યવાહીનો ધમધમાટ

આરટીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત સૌથી વધુ વાહનવેરો શૈક્ષણિક સંસ્થાનો, તેમજ ટ્રક અને ભારે વાહનોનો બાકી હોવાનું સામે આવ્યું છે. હાલ તો માત્ર 1,223 વાહન ચાલકોને આ નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ આગામી દિવસોમાં અન્ય વેરો બાકી હોય તેવા વાહન ધારકોને નોટિસ ફટકારવામાં આવશે તેવું પણ આરટીઓ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીયએ છે કે, છેલ્લા ઘણા સમયથી આરટીઓ દ્વારા વાહનવેરો ઉઘરાવવામાં આવ્યો નથી. એવામાં છેલ્લા 8 વર્ષ કરતાં વધુ સમયથી પણ ઘણા વાહનોનો વેરો બાકી છે.

સંકળાયેલા મુદ્દાઓ

RTO Proceedings Rajkot News Rajkot RTO News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ