બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / VIDEO : અમેરિકી પ્રેસિડન્ટના ઘરમાં ઉડી પાણીપુરી-સમોસાની ડિશો, મહેમાનો મજા પડી

વ્હાઈટ હાઉસ / VIDEO : અમેરિકી પ્રેસિડન્ટના ઘરમાં ઉડી પાણીપુરી-સમોસાની ડિશો, મહેમાનો મજા પડી

Last Updated: 04:17 PM, 14 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી પ્રેસિડન્ટના ઘર વ્હાઈટ હાઉસમાં મહેમાનોને પાણીપુરી અને સમોસા પીરસવામાં આવ્યાં હતા અને મહેમાનો પણ તેની મજા ઉઠાવતાં જોવા મળ્યાં હતા.

અમેરિકી પ્રેસિડન્ટના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસમાં ફરી એક વાર ભારતીય ખાણીપીણી જોવા મળી હતી. વ્હાઈટ હાઉસમાં મહેમાનો, પાણીપુરી, સમોસા અને ભારતીય મીઠાઈ આરોગતાં જોવા મળ્યાં હતા. વ્હાઇટ હાઉસના મરીન બેન્ડે એશિયન અમેરિકનો માટે ભારતીય દેશભક્તિ ગીત 'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા' વગાડ્યું હતું. આ વાર્ષિક કાર્યક્રમમાં મહેમાનોને ગોલગપ્પા, સમોસા અને ભારતીય મીઠાઈઓ સહિતની ભારતીય વાનગીઓ પીરસવામાં આવી હતી.

વ્હાઈટ હાઉસમાં બીજી વાર ભારતીય ખાણીપીણી

એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં આ બીજી વખત છે જ્યારે કોઈ ભારતીય દેશભક્તિનું ગીત ગાવામાં આવ્યું છે. આ પહેલાં 23 જુન 2023ના રોજ પીએમ મોદીની સત્તાવાર મુલાકાત દરમિયાન વ્હાઈટ હાઉસમાં આ ગીત વગાડવામાં આવ્યું હતું. વ્હાઇટ હાઉસની પહેલ અને એશિયન અમેરિકનો, મૂળ હવાઇયનો અને પેસિફિક આઇલેન્ડર્સ માટે પ્રમુખના સલાહકાર કમિશનની સ્થાપનાના 25 વર્ષ પછી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય-અમેરિકન સમુદાયના નેતા અજય જૈન ભુટોરિયાએ જણાવ્યું હતું કે આ ઘટના અમેરિકા-ભારતના મજબૂત સંબંધોને પ્રતિબિંબિત કરે છે. વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં આ એક અદ્ભુત ઉજવણી હતી. સંગીતકારોએ 'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા' ગીત વગાડીને અમારું સ્વાગત કર્યું.

વધુ વાંચો : લેડી પોલીસ અધિકારીએ આંખના ઉલાળા કરીને કોન્સ્ટેબલને બહાર બોલાવ્યો પછી છાપરે ચઢ્યો કાંડ

પાણીપુરીનો ટેસ્ટ મસાલેદાર અને ખૂબ સારો

મહેમાનોને પીરસવામાં આવેલા ગોલગપ્પા અને સમોસા આ રિસેપ્શનમાં ભારતીય સ્ટ્રીટ ફૂડ પણ જોવા મળ્યું હતું, જેમાં ગોલગપ્પા (પાણી પુરી), સમોસા અને ભારતીય મીઠાઈઓ સામેલ હતી. ગયા વર્ષે જ્યારે હું અહીંયા હતો, ત્યારે ત્યાં ગોલગપ્પા હતા. આ વર્ષે પણ, હું તેને શોધી રહ્યો હતો અને પછી અચાનક મારી સામે પાણપુરીની ડિશ ધરી દેવામાં આવી હતી. પાણીપુરીનો સ્વાદ મસાલેદાર પરંતુ ખૂબ સારો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

White House indian song White House White House Pani Puri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ