ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરામાં ટ્રક પાછળ લકઝરી ઘુસી જતા 7 લોકોના મોત, બસ રાજસ્થાનના બાસવાડાથી સુરત જતી હતી

ગુજરાત / વડોદરામાં ટ્રક પાછળ લકઝરી ઘુસી જતા 7 લોકોના મોત, બસ રાજસ્થાનના બાસવાડાથી સુરત જતી હતી

Published By: Nidhi Panchal

Last Updated: 12:19 PM, 17 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા હાલોલ રોડ પર સર્જાયેલા ભયાનક અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. ઊભેલી ટ્રક પાછળ લકઝરી બસ ઘૂસી જતા અનેક મુસાફરોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.

ADVERTISEMENT

વડોદરા હાલોલ રોડ પર એક ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ, બાસવાડાથી સુરત તરફ જઈ રહેલી એક લકઝરી બસ ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને બસમાં મુસાફરી કરી રહેલા અનેક લોકો બસની અંદર જ ફસાઈ ગયા હતા.

accident-final

ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ

અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 12 જેટલા ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ અંગે તબીબી ટીમ સતત નજર રાખી રહી છે.

NDRF જરોદના જવાનો ઘટનાસ્થળે પહોંચી

અકસ્માતની જાણ થતાં જ બચાવ કામગીરી માટે NDRF જરોદના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. NDRFની ટીમ દ્વારા બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે નુકસાનને કારણે બસના કેટલાક ભાગોને કાપીને અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

NDRFના જવાનો દ્વારા અત્યંત સાવચેતી

બચાવ કામગીરી દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલાક મૃતદેહો પણ લકઝરી બસની અંદર ફસાયેલા હતા. NDRFના જવાનો દ્વારા અત્યંત સાવચેતી અને મહેનતપૂર્વક મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમો પણ પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવીને બચાવ કામગીરીમાં સહયોગ આપી રહી હતી.

આ પણ વાંચો : TAT (ઉચ્ચતર માધ્યમિક) પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર, 10,876 ઉમેદવારોએ 100થી વધુ ગુણ મેળવ્યા

અકસ્માત બાદ હાલોલ રોડ પર વાહનવ્યવહાર પર પણ અસર જોવા મળી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અધિકારીઓ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે ઊભેલી ટ્રક પાછળ લકઝરી બસ ઘૂસી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. મૃત્યુઆંકમાં વધારો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને અકસ્માત અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Luxury Bus Accident, Halol Road Crash

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ