બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / 'ફક્ત મહિલાઓ માટે' બાદ હવે Yash Soni લાવી રહ્યા છે 'ફક્ત પુરુષો માટે' એક ફિલ્મ, આવી ગઈ Release Date

VIDEO / 'ફક્ત મહિલાઓ માટે' બાદ હવે Yash Soni લાવી રહ્યા છે 'ફક્ત પુરુષો માટે' એક ફિલ્મ, આવી ગઈ Release Date

Last Updated: 03:02 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fakt Purusho Maate: ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ની બોક્સ ઓફિસ પર સફળતા બાદ આજે આ ફિલ્મના બીજા ભાગની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતી ફિલ્મ 'ફક્ત મહિલાઓ માટે' તો લગભગ ગુજરતીઓને યાદ જ હશે અને કેમ ન હોય? આ ફિલ્મમાં બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન કેમિયો રોલ કરતા જોવા મળ્યા હતા. એવામાં હવે ફિલ્મના મેકર્સ ફરી એકવાર ગુજરાતી દર્શકો માટે એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે.

મેકર્સ પુરુષોને કેન્દ્રમાં રાખીને એક ફિલ્મ લાવી રહ્યા છે

મહિલાને કેન્દ્રમાં રાખીને બનાવેલી ફિલ્મ 'ફક્ત મહિલાઓ માટે' ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ બાદ હવે મેકર્સ પુરુષોને કેન્દ્રમાં રાખીને એક ફિલ્મ લાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટાઈટલ, સ્ટાર કાસ્ટ અને અને રિલીઝ ડેટ વિશે ડિટેલ્સ શેર કરી છે.

ફિલ્મનું નામ છે 'ફક્ત પુરુષો માટે'

આ ફિલ્મનું નામ છે 'ફક્ત પુરુષો માટે'. પાર્થ ત્રિવેદી અને જય બોડસ આ ફિલ્મના ડિરેક્ટર છે અને આ ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો યશ સોની, એશા કંસારા, દર્શન જરીવાલા અને મિત્ર ગઢવી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. આ ફિલ્મને આનંદ પંડિત અને વૈશલ શાહ પ્રોડ્યૂસ કરશે.

આ દિવસે થશે રિલીઝ

હવે જો ફિલ્મની રીલીઝ ડેટ વિશે વાત કરીએ તો આ ફિલ્મ જન્માષ્ટમી 2024 પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. મેકર્સે સોશિયલ મીડિયા પર ટાઇટલ અનાઉસમેન્ટનો વિડીયો શેર કરતાં લખ્યું છે કે, 'પાવર અલગ છે, મજા ડબલ છે ! ફક્ત પુરુષો માટે. જન્માષ્ટમી 2024.'

વધુ વાંચો: ગુજરાતના ફોક ક્વીન ઉર્વશી રાદડિયાએ એક સમયે આપી હતી GPSCની પરીક્ષા

પુરુષોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલ ફક્ત પુરુષો માટે' ફિલ્મની દરેક ગુજરાતી દર્શકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Movie Fakt Purusho Maate Release Date Fakt Purusho Maate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ