બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:32 PM, 15 May 2024
રાજ્યમાં ભર ઉનાળે ત્રાટકેલા વરસાદને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવી દીધા. સુરેન્દ્રનગરમાં વિજળી પડતા કુલ ત્રણ લોકોના મોત થયા. ચોટીલા તાલુકામાં એક અને મુળી તાલુકામાં એક મોતની ઘટના સામે આવી હતી. ચોટીલા તાલુકામાં મોકાસર ગામે વીજળી પડતા યુવતીનું મોત થયું હતું. તો મુળી તાલુકાના ખાટડી ગામે વીજળી પડતા આધેડનું મોત થયું હતું.
ADVERTISEMENT
આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સુજાનગઢ ગામે મોડી રાત્રે વીજળી પડતા એક મહિલાનું મોત થયું.ગાજવીજ સાથે કમોસમી વરસાદને પગલે વીજળી પડતા 36 વર્ષીય મહિલાનુ મોત નિપજ્યું.…મહિલાના મોતથી પરિવારજનો સહિત ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી..
ADVERTISEMENT
અમરેલી જિલ્લામાં બાબરાના જવાનપરા વિસ્તારમાં વીજળી પડતા મહિલા દાઝી ગઇ હતી.. મહિલા અગાસી પર હતી ત્યારે આ ઘટના ઘટી હતી
અરવલ્લીમાં માલપુરના જીતપુર ગામે વીજળી પડવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું. યુવક વરસાદમાં બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે આ ઘટના ઘટી હતી
આમ મે મહીનાનું માવઠુ અનેક પરિવારો માટે આફતનો પહાડ બનીને તૂટી પડ્યું. કોઇએ માતા ગુમાવી તો કોઇએ વ્હાલસોયો દિકરો, તો કોઇએ પરિવારનો મોભી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
એક્ટર માથે બીજી આફત / સૈફ અલી ખાનને 15 હજાર કરોડનો ઝટકો! સાજો થઈને ઘેર આવતાં જ મળ્યાં ખરાબ સમાચાર
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
એક્ટર માથે બીજી આફત / સૈફ અલી ખાનને 15 હજાર કરોડનો ઝટકો! સાજો થઈને ઘેર આવતાં જ મળ્યાં ખરાબ સમાચાર
ADVERTISEMENT