બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / આ શહેરમાં છે દુનિયાના સૌથી વધારે પૈસાદાર લોકો, દરેકના બેંક ખાતામાં ઓછામાં ઓછા 8 કરોડ રૂપિયા
Last Updated: 04:36 PM, 15 May 2024
શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધારે અમિર કયા શહેરમાં છે? તેનો જવાબ છે ન્યૂયોર્ક. એક રિપોર્ટ અનુસાર ન્યૂયોર્કમાં 3,49,500 મિલિયેનર્સ રહે છે. ન્યૂયોર્કમાં 2013થી 2023 વખતે મિલિયેનરની સંખ્યામાં 48 ટરાનો વધારો થયો છે. સૌથી વધારે મિલિયેનર લોકોની લિસ્ટમાં પહેલા બે નંબર પર અમેરિકાના શહેરના નામ છે.
ADVERTISEMENT
આ લિસ્ટમાં બીજા નંબર પર ધ બે એરિયા છે જ્યાં 3,06,700 મિલિયેનર રહે છે. છેલ્લા 10 વર્ષમાં અહીં મિલિયેનર્સની સંખ્યામાં 81 ટકા તેજી આવી છે. કેલિફોર્નિયામાં સૈન ફ્રાંસિસ્કો ખાડીની આસપાસના એરિયાને The Bay Area કહેવામાં આવે છે. ફાઈનાન્શિયલ માર્કેટ્સ અને રિયલ એસ્ટેટ કિંમતોમાં તેજીથી આ શહેરોમાં મિલિયેનર્સની સંખ્યા ઝડપથી વધી છે.
ADVERTISEMENT
ટોક્યોમાં 2,98,300 મિલિયેનર રહે છે. છેલ્લા 10 વર્ષમાં એક શહેરમાં મિલિયેનર્સની સંખ્યામાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ લિસ્ટમાં ચોથા નંબર પર સિંગાપુર છે જ્યાં 2,44,800 મિલિયેનર રહે છે. છેલ્લા 10 વર્ષમાં આ શહેરમાં મિલિયેનર્સની સંખ્યામાં 64 ટકાની તેજી આવી છે.
વધુ વાંચો: મહિલાઓની આ નાની ભૂલોથી મિસકેરેજની શક્યતા વધારે, બચવા માટે રાખો આ સાવચેતી
લંડનમાં મિલિયેનર્સની સંખ્યામાં 10 ટકા ઘટાડો થયો છે. શહેરમાં હવે 2,27,000 એવા લોકો રહે છે જેમની નેટવર્થ 10 લાખ ડોલરથી વધારે છે. આ લિસ્ટમાં બીજો નંબર અમેરિકાના લોસ એન્જલિસનો છે. હોલીવુડ માટે ફેમસ આ શહેરમાં 2,12,100 મિલિયેનર્સ રહે છે. છેલ્લા 10 વર્ષમાં શહેરમાં આ પ્રકારના અમીરોની સંખ્યામાં 45 ટકાની તેજી આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
એક્ટર માથે બીજી આફત / સૈફ અલી ખાનને 15 હજાર કરોડનો ઝટકો! સાજો થઈને ઘેર આવતાં જ મળ્યાં ખરાબ સમાચાર
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
એક્ટર માથે બીજી આફત / સૈફ અલી ખાનને 15 હજાર કરોડનો ઝટકો! સાજો થઈને ઘેર આવતાં જ મળ્યાં ખરાબ સમાચાર
ADVERTISEMENT