બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / 'લોકો કંઇક ને કંઇક ભૂલ તો...', સંજય કપૂરના એક્સ્ટ્રા મેરિટલ અફેર પર પત્નીએ આ શું કહ્યું?
Last Updated: 10:23 AM, 15 May 2024
બોલિવૂડ એક્ટર સંજય કપૂરની પત્ની મહિપ કપૂરે Netflixની વેબ સીરિઝ 'Bollywood Wives'થી ડેબ્યૂ કર્યું હતું. લોકોને મહિપ કપૂરનું કામ ખૂબ પસંદ આવ્યું હતું. તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં, મહિપે તેના પતિના એક્સ્ટ્રા મેરિટલ અફેર વિશે વાત કરી.
ADVERTISEMENT
સંજયના એક્સ્ટ્રા મેરિટલ અફેરને યાદ કરતાં અભિનેત્રીએ કહ્યું કે હું નથી ઈચ્છતી કે મારી દીકરી સાથે આવું થાય. સંજયની દીકરી શનાયા ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. મહિપે કહ્યું, મને લાગે છે કે લોકો બોક્સમાંથી બહાર નીકળીને અન્ય લોકો વિશે વિચારવા માંગતા નથી. દરેક વ્યક્તિ પરફેક્ટ નથી હોતી. લોકો કોઈને કોઈ ભૂલો કરે જ છે તો ઠીક છે.
ADVERTISEMENT
અભિનેત્રીને આગળ પૂછવામાં આવ્યું કે બાળકો પ્રત્યે વધુ સ્ટ્રીક્ટ કોણ છે, તમે કે સંજય. મહિપે કહ્યું કે સંજય વધુ સ્ટ્રીક્ટ છે. તેના પોતાના ભૂતકાળના અનુભવો છે કારણ કે તેણે ઘણી સ્ત્રીઓને ડેટ કરી છે. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે. તેથી જ સંજયને તેની દીકરીની વધુ ચિંતા થાય છે. તે તેની પુત્રી માટે ખૂબ જ ક્રેઝી થઈ જાય છે. જો કે, દીકરાના મામલે તે ઠીક રહે છે. તેણે આગળ કહ્યું, મને લાગે છે કે આવું એટલા માટે કારણ કે તેણે જે કર્યું, તે નથી ઈચ્છતો કે કોઈ તેની દીકરી સાથે કરે.
વધુ વાંચો: રાખી સાવંતને દિલની બીમારી, હોસ્પિટલના ખાટલેથી સામે આવી તસવીર, વિશ્વાસ કરવો મુશ્કેલ
દીકરીને કારણે સંજયને માફ કરી દે છે મહિપ
'ફેબ્યુલસ લાઈફ ઓફ બોલિવૂડ વાઈવ્સ'માં બતાવવામાં આવ્યું છે કે મહિપ તેની નાની દીકરી સાથે ઘર છોડીને ચાલી જાય છે. પરંતુ પાછળથી તે તેની દીકરીને ખાતર પાછી આવી જાય છે. તે દીકરીને તેના પિતાથી અલગ કરવા માંગતી નથી. તે પોતાની દીકરી માટે સંજયને માફ કરી દે છે. આ સિરીઝમાં મહિપની સાથે સીમા સજદેહ અને નીલમ કોઠારી મુખ્ય ભૂમિકામાં છે. લોકોને આ સિરીઝની બંને સીઝન ખૂબ જ પસંદ આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.