બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ઝારખંડના કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા આલમગીર આલમની ધરપકડ, નોકરના ઘેર રાખ્યાં 37 કરોડ
Last Updated: 06:54 PM, 15 May 2024
ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમની પૂછપરછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આલમગીર આલમના સેક્રેટરીના નોકરના ઘરેથી 37 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી હતી, આ સંબંધમાં પહેલા તેની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારબાદ EDએ તેની ધરપકડ કરી હતી. EDએ મંગળવારે પણ આલમગીર આલમની 10 કલાક સુધી પૂછપરછ કરી હતી. ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમની આજે સવારે 11 વાગ્યાથી પૂછપરછ કરવામાં આવી રહી હતી, ત્યારબાદ EDએ તેમની ધરપકડની પુષ્ટિ કરી છે. EDએ રવિવારે આલમગીરને સમન્સ પાઠવ્યું હતું. તેમને 14 મેના રોજ રાંચીની ઝોનલ ઓફિસમાં એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. તે મંગળવારે ED સમક્ષ હાજર થયા હતા.
ADVERTISEMENT
#WATCH | The Enforcement Directorate is conducting raids at multiple locations in Ranchi. Huge amount of cash recovered from household help of Sanjiv Lal - PS to Jharkhand Rural Development minister Alamgir Alam, in Virendra Ram case.
— ANI (@ANI) May 6, 2024
ED arrested Virendra K. Ram, the chief… pic.twitter.com/VTpUKBOPE7
આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચારની ફરિયાદ
ADVERTISEMENT
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDને માહિતી મળી હતી કે, આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ પૈસા નોકરોના ઘરે જઈ રહ્યા છે. જે બાદ મંત્રીના ખાનગી સચિવના નોકર પર દરોડા પાડવામાં આવ્યો હતો. જ્યારે EDને તેને ત્યાંથી 37 કરોડની રોકડ મળી હતી. આ નોકરનો પગાર ખાલી 15000 હજાર હતો.
આલમગીર આલમના સચિવના નોકરના ઘેરથી મળી રોકડ
મે મહિનામાં EDએ 10,000 રૂપિયાની લાંચના મામલે ચીફ એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, લાંચની રકમ મંત્રી સુધી પહોંચાડવામાં આવે છે. જે બાદ ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમનું નામ પ્રથમ વખત સામે આવ્યું છે. આ તપાસ દરમિયાન જ આલમગીરના અંગત સચિવ સંજીવ લાલનું નામ સામે આવ્યું હતું અને હવે સંજીવ લાલના ઘરમાં કામ કરતા નોકર પાસેથી આ રોકડ મળી આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.