બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'તારક મહેતા કા..'ની આ હસિના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, રેડ કાર્પેટ પર દેખાયો સુંદરતાનો જલવો
Last Updated: 02:23 PM, 15 May 2024
77મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 શરૂ થઈ ગયો છે અને આ ફેસ્ટિવલ 25મી મે 2024 સુધી ચાલશે જેમાં દુનિયાભરની પ્રખ્યાત હસ્તીઓ ભાગ લેવા જઈ રહી છે. આ સાથે દર વખતની જેમ આ વર્ષે પણ આ ફેસ્ટીવલમાં વિશ્વભરમાંથી શાનદાર ફીચર અને ડોક્યુમેન્ટરી ફિલ્મોનું સ્ક્રીનીંગ થશે. ભારતમાં પણ આ ફિલ્મ ફેસ્ટિવલ ઘણો ક્રેઝ છે.
ADVERTISEMENT
Deepti Sadhwani, representing India at the 77th Cannes Film Festival, turned heads with her stunning presence in a breathtaking gown at the opening ceremony. 🔥 #deeptisadhwani #77thcannesfilmfestival #bollywood #Cannes2024 pic.twitter.com/BgQVe0Ld07
— FilmiBeat (@filmibeat) May 15, 2024
આ વખતે ભારતમાંથી ઘણા કલાકારો અને કન્ટેન્ટ ક્રિએટર્સ કાન્સમાં હાજરી આપવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે કાન્સ 2024ના રેડ કાર્પેટ પરથી પહેલી ભારતીય અભિનેત્રીની તસવીરો સામે આવી છે. અભિનેત્રી અને ગાયિકા દીપ્તિ સાધવાનીએ 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાનો જાદુ બતાવ્યો છે, જેની ઘણી તસવીરો હાલ વાયરલ થઈ રહી છે.
ADVERTISEMENT
#DeeptiSadhwani walked the red carpet for the opening ceremony of 77th Cannes Film Festival. She wore a gown with the record breaking LONGEST trail.#cannesfilmfestival #Cannes2024 #deeptisadhwani #cannes #festivaldecannes pic.twitter.com/gxA8n3LjgW
— @zoomtv (@ZoomTV) May 15, 2024
એક્ટ્રેસ અને સિંગર દીપ્તિ સાધવાની ફોટોઝે તેના સોશિયલ મીડીયા પર કાન્સ 2024ની તસવીરો પોસ્ટ કરી છે. દીપ્તિ સાધવાણીએ ઓરેન્જ કલરનું ફર ગાઉન પહેરીને રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. જાણીતું છે કે દીપ્તિ સાધવાણી એ ઘણા ટીવી શો, ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. દીપ્તિ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' જેવા શોમાં જોવા મળી છે.
હાલ દીપ્તિનો કાન્સ 2024નો રેડ કાર્પેટ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ ફેન્સને ઐશ્વર્યા રાય બચ્ચન, અદિતી રાવ હૈદરી અને કિયારા અડવાણીના લુકની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.