બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મોઢામાં પડે છે ચાંદા! તો માઉથ કેન્સરનો સૌથી વધુ ખતરો, નજરઅંદાજ કર્યું તો જિંદગી બગડશે
Last Updated: 10:01 PM, 15 May 2024
દરેક લોકો માટે સૌથી અગત્યની વસ્તુ છે સારું સ્વાસ્થ્ય. જો સ્વાસ્થ્ય સારું હોય તો કોઈ ટેન્શન નહીં. પરંતુ ઘણી વખત બેદરકારી લોકોની મુશ્કેલી વધારી દેતી હોય છે અને ગંભીર રોગોનો ભોગ બનવું પડે છે. તમને ખ્યાલ જ હશે કે મોઢાનું કેન્સર એક જીવલેણ રોગ છે. તાજેતરમાં જ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સુશીલ મોદી મોઢાના કેન્સરથી પીડિત હતા. જેનું તાજેતરમાં મૃત્યુ થયું હતું. મોઢાના કોઈપણ ભાગમાં મોઢાનું કેન્સર થઈ શકે છે. કેન્સર હોઠ, પેઢાં, જીભ, ગાલની અંદર, મોંની અંદર, મોંની ઉપર અથવા ગળામાં થઈ શકે છે. જો કે આ કેન્સર પહેલા કેટલાક લક્ષણો પણ જોવા મળે છે. તે જાણીને સમયસર સારવાર કરવામાં આવે તો ગંભીર બિમારીથી બચી શકીએ છીએ. આ મામલે કેટલાક નિષ્ણાંતોએ મોઢાના કેન્સરના લક્ષણો જણાવ્યા છે. તો આવો કરીએ એક નજર..
ADVERTISEMENT
મોઢાના કેન્સરના લક્ષણો
ADVERTISEMENT
જો તમારે મોઢાના કેન્સરને ઓછું કરવું હોય તો તમાકુનો ઉપયોગ બિલકુલ ન કરો. કારણ કે તમાકુ ચાવવાથી મોઢાના કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
જો તમે વધુ પડતો આલ્કોહોલ પીતા હોવ તો તરત જ તેને પીવાનું બંધ કરો કારણ કે તેની સીધી અસર મોઢાના કોષો પર પડે છે. આવી સ્થિતિમાં મોઢાના કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
જો તમે મોઢાના કેન્સરથી બચવા માંગતા હો, તો નિયમિત ડેન્ટલ ચેકઅપ કરાવતા રહો. તમારા દાંત અને મોઢાને પણ સાફ રાખો. જો તમે દંત ચિકિત્સક દ્વારા નિયમિત ચેકઅપ કરાવો તો મોઢાનું કેન્સર જાણી શકાય છે.
વધુ વાંચો : ગરમીમાં પરસેવો વળતો નથી? તો થઈ જજો એલર્ટ, આ 7 લક્ષણ દેખાય તો ડૉક્ટર પાસે દોડજો
જો તમારે મોઢાના કેન્સરથી બચવું હોય તો વધારે સમય તડકામાં ન રહો. બને તેટલું છાંયડામાં રહો. તમારા ચહેરાને કેપ અથવા કોઈ કપડાથી ઢાંકીને જ તડકામાં બહાર જાઓ, આ તમારી ત્વચાને સુરક્ષિત કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
જેને ડેટા નથી જોઇતો... / પહેલાના દિવસો તાજા! Jio, Airtel અને Viએ લોન્ચ કર્યા નવા વોઈસ ઓન્લી પ્લાન
બુક નાઉ પે લેટર / રેલવેની ગજબ સ્કીમ! પહેલા મુસાફરી કરો પછી પૈસા આપો, આ રીતે લો લાભ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
એક્ટર માથે બીજી આફત / સૈફ અલી ખાનને 15 હજાર કરોડનો ઝટકો! સાજો થઈને ઘેર આવતાં જ મળ્યાં ખરાબ સમાચાર
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
એક્ટર માથે બીજી આફત / સૈફ અલી ખાનને 15 હજાર કરોડનો ઝટકો! સાજો થઈને ઘેર આવતાં જ મળ્યાં ખરાબ સમાચાર
ADVERTISEMENT