બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દહેજની માગણીએ પત્નીને પિયરમાં રહેવાની ફરજ પાડવી ક્રૂરતા- હાઈકોર્ટનો મોટો ચુકાદો

ન્યાયિક / દહેજની માગણીએ પત્નીને પિયરમાં રહેવાની ફરજ પાડવી ક્રૂરતા- હાઈકોર્ટનો મોટો ચુકાદો

Last Updated: 07:43 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશ હાઈકોર્ટે દહેજને લઈને એક મોટો ચુકાદો જાહેર કર્યો છે.

દહેજનો રાક્ષસ અનેક પરિણીતાઓને ભરખી રહ્યો છે. દુલ્હન પોતાની સાથે લાખોની સંપત્તિ લઈને આવે તેવી સાસરિયાવાળાની ઈચ્છા હોય છે અને દુલ્હનને દહેજ માટે શારીરિક અને માનસિક રીતે ખૂબ હેરાન કરવામાં આવતી હોય છે અને ત્યાં સુધી દહેજ માટે મહિલાઓને મારી પણ નખાતી હોય છે અથવા તો તેને પિયરમાં ધકેલી દેવામાં આવે છે. આવા દહેજભૂખ્યા પરિવારોને આકરી લપડાક આપતાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે દહેજને લઈને એક મોટો ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે દહેજની માંગ કરતી વખતે પત્નીને તેના પિયરમાં રહેવા દબાણ કરવું એ માનસિક ક્રૂરતા છે. વૈવાહિક જીવન બચાવવા માટે મૌન રહેવું એ ઉમદા કાર્ય છે.

શું હતો કેસ

આ કેસમાં પત્નીએ તેના પતિના પરિવાર પર દહેજ માટે ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. તેનાથી પરેશાન થઈને તે તેના માતા-પિતાના ઘરે ગઈ હતી. શાહડોલના નીરજ સરાફ, પંકજ સરાફ અને તેમની પત્ની સીમા સરાફે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં રેવા મહિલા પોલીસ સ્ટેશનમાં દહેજના કેસમાં તેની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરવામાં આવી હતી. આરોપીઓએ દાવો કર્યો હતો કે તેમના નાના ભાઈ સત્યેન્દ્રની પત્ની શિલ્પાએ લગ્નના સાડા ચાર વર્ષ બાદ દહેજ માટે સતામણીનો ખોટો રિપોર્ટ આપ્યો હતો. સિંગલ બેન્ચે શિલ્પાની ફરિયાદ સાચી માની. શિલ્પાએ સ્પષ્ટ આરોપ લગાવ્યો કે લગ્નના ચાર મહિના પછી તેના પતિ અને તેના પરિવારે તેને 20 તોલા સોના અને ફોર્ચ્યુનર કાર માટે માર મારવાનું શરૂ કર્યું. જ્યારે તેણીની માંગણીઓ સંતોષવામાં ન આવી ત્યારે તેણીને તેના સાસરેથી કાઢી મુકવામાં આવી હતી, જેથી તેણી તેના માતાપિતાના ઘરે આવી અને ત્યાં રહેવા લાગી. સુનાવણી બાદ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે છૂટાછેડાની નોટિસ મળ્યા બાદ શિલ્પાને લાગ્યું કે સમાધાનની કોઈ તક નથી આથી તેણીએ પોલીસમાં દહેજ ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હતી. છૂટાછેડાની નોટિસ મળ્યા પછી આને પ્રતિક્રિયા ગણી શકાય નહીં. અદાલતે દહેજની માગણી કરતી વખતે પત્નીને પિયર રહેવાની ફરજ પાડવાને માનસિક ક્રૂરતા ગણાવી છે.

વધુ વાંચો : ગર્ભમાં રહેલા બાળકને જન્મવાનો અધિકાર, 27 વીકની પ્રેગનન્સી ખતમ ન કરી શકાય- સુપ્રીમ

વૈવાહિક જીવન બચાવવા મૌન રહેવું સારુ કામ

હાઈકોર્ટે એવી પણ મહત્વપૂર્ણ ટીપ્પણી કરી કે વૈવાહિક જીવન બચાવવા માટે મૌન રહેવું એ ઉમદા કાર્ય છે. અન્ય એક ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટે દહેજની વસ્તુઓની યાદી બનાવવાની પણ સલાહ આપી છે જેથી કરીને વિવાદમાં કિસ્સામાં સમાધાન થઈ શકે.

સંકળાયેલા મુદ્દાઓ

dowry mental cruelty dowry verdict MP high court verdict
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ