બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / આ કંપનીના શેરહોલ્ડર્સને લોટરી લાગી! માત્ર બે મહિનામાં રૂપિયા ડબલ, આજે લાગી અપર સર્કિટ
Last Updated: 04:41 PM, 15 May 2024
છેલ્લા ઘણા સમયથી શેર માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. જેના પગલે રોકાણકારોને કરોડો રૂપિયા ખોવાનો વારો આવ્યો છે. પરંતુ આ વચ્ચે કેટલાક એવા શેર પણ છે કે જેમણે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. જી હાં ઘણી કંપનીના શેરના ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો છે જેના પગલે રોકાણકારોને ખુબ જ ફાયદો થયો છે. કિર્લોસ્કર ન્યુમેટિક કંપની (KPCL)ના શેર રૂ. 1,162.30ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આ એવો સ્ટોક છે જેણે બે મહિનામાં તેના રોકાણકારોના નાણાં લગભગ બમણા કરી દીધા છે. એટલું જ નહીં, તેણે છેલ્લા 3 અઠવાડિયામાં 46 ટકા રિટર્ન આપ્યું છે.
ADVERTISEMENT
બુધવારે રાત્રે 11:45 કલાકે આ સ્ટોક 10 ટકાની અપર સર્કિટ પર પહોંચ્યો હતો. આજે તેમાં શેર દીઠ રૂ. 105.65નો વધારો જોવા મળ્યો હતો. કિર્લોસ્કર ભારતમાં એર, રેફ્રિજરેશન અને ગેસ કમ્પ્રેશન બિઝનેસમાં મોટી ખેલાડી છે. આ ગ્રૂપ કંપનીનો સ્ટોક 2 મે, 2024ના રોજ તેની અગાઉની ટોચની રૂ. 1,151.45ને વટાવી ગયો હતો. છેલ્લા બે મહિનામાં સ્ટોક 91 ટકા વધ્યો છે. 14 માર્ચે 611નો આંકડો સ્પર્શ્યો હતો. 25 એપ્રિલથી છેલ્લા ત્રણ સપ્તાહમાં કંપનીના શેરમાં 46 ટકાનો વધારો થયો છે. કિર્લોસ્કર ન્યુમેટિક્સે નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરમાં સારા પરિણામોને કારણે રોકાણકારોને 200 ટકા ડિવિડન્ડ પણ ભેટમાં આપ્યું છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીના નફામાં મોટો ઉછાળો આવ્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : F&O ટ્રેડિંગને લઇ રોકાણકારોને નાણામંત્રીએ કર્યા સતર્ક, કહ્યું 'ભવિષ્યમાં તે પરિવારની બચતને...'
કંપનીના રેગ્યુલેટરી ફાઇલિંગ મુજબ નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરમાં કિર્લોસ્કર ન્યુમેરિકલનો નફો રૂ. 60 કરોડ છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તે રૂ. 32 કરોડ હતો. શેરબજારને આપેલી માહિતી અનુસાર કિર્લોસ્કર ન્યુમેટિક્સ લિમિટેડના બોર્ડ મેમ્બરોએ શેર દીઠ રૂ. 4ના ડિવિડન્ડને મંજૂરી આપી છે. કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં સભ્યો પાસેથી મંજૂરી લેવામાં આવશે. કંપનીની AGM 20 જુલાઈ 2024ના રોજ છે. જો શેર મંજૂર થશે, તો ડિવિડન્ડ 20 જુલાઈ, 2024 થી ચૂકવવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.