બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં અહીં જતાં ચેતજો! જમીનમાંથી નીકળી રહ્યું છે એસિડ, GPCB થઈ દોડતી
Last Updated: 08:38 PM, 15 May 2024
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી રત્નાકર ફર્નિચરના પરિસરની જમીનમાંથી એસિડ નીકળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જેને લઈને GPCB અને ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
રજૂઆત કરવા છતાં કાર્યવાહી નહી ?
ADVERTISEMENT
ડ્રેનેજમાં ગેરકાયદે છોડાયેલું એસિડ હોવાનું અનુમાન છે. GPCBના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને એસિડના સેમ્પલ પણ લીધા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કે, તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતી હોવાનો પણ આક્ષેપ લગાવ્યા છે.
વાંચવા જેવું: ગુજરાતમાં આજે ક્યાં કેવો વરસાદ? બફારામાંથી મળી રાહત, આગાહી પર કરો નજર
કાર્યવાહી ક્યારે ?
રત્નાકર ફર્નિચરના માલિકે જણાવ્યું કે, છ મહિના પહેલા અમારી શૉપના પાછળના ભાગે જમીનમાંથી એસિડ નીકળ્યું હતું ત્યારે અમે GPCB અને કોર્પોરેશનને જાણ કરી હતી. ત્યારે ફાયરની ટીમ અને પોલીસ આવી પણ હતી અને ચેક કરી અમારામાં નથી આવતું આમ કહીં જતી રહી હતી. ત્યારબાદ અમે ત્યાં પ્લાસ્ટર કરી બંધ કરી દીધું હતું. અત્યારે હવે અહીં ગોડાઉનમાં ભૂવો પડ્યો છે, જેમાંથી એસિડ નીકળે છે જે બહું જોખમી પણ છે તેવુ તપાસ કરનાર અધિકારીએ અમને જણાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.