બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO : મીટિંગમાંથી કારમાં બેસવાં જતાં જ પ્રધાનમંત્રી પર થયો ધડાધડ ગોળીબાર, મચી ચકચાર

સ્લોવાકિયા / VIDEO : મીટિંગમાંથી કારમાં બેસવાં જતાં જ પ્રધાનમંત્રી પર થયો ધડાધડ ગોળીબાર, મચી ચકચાર

Last Updated: 08:22 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્લોવાકિયાના પ્રધાનમંત્રી જીવલેણ હુમલામાંથી માંડ બચ્યાં છે. એક હુમલાખોરે તેમની કાર પર અંધાધૂધ ગોળીબાર કર્યો હતો.

સ્લોવાકિયાના લોકપ્રિય વડાપ્રધાન રોબર્ટ ફિકો પર જીવલેણ હુમલો કરાયો હતો જોકે સદનસીબે તેઓ આ જીવલેણ હુમલામાંથી બચી ગયા હતા. એક હુમલાખોરે તેમની પર ગોળીબાર કર્યો હતો જેમાં તેમને છાતી અને પેટમાં ગોળીઓ વાગી હતી. તેમના પર ગોળીબાર કરનાર હુમલાખોરે ગંભીર રીતે ઘાયલ થયા છે આ પછી તાબડતોબ તેમને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

મીટિંગમાંથી નીકળીને કારમાં બેસવા જતાં થયો ગોળીબાર

બુધવારે બપોરે જ્યારે પીએમ રોબર્ટ ફિકો એક મીટિંગમાંથી નીકળી રહ્યા હતા ત્યારે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટના રાજધાની બ્રાતિસ્લાવાના ઉત્તર-પૂર્વમાં લગભગ 150 કિલોમીટર દૂર આવેલા હેન્ડલોવા શહેરમાં બની હતી. સંસદના ડેપ્યુટી સ્પીકર લુબોસ બ્લાહાને ટાંકીને રિપોર્ટમાં એવું જણાવ્યું હતું કે ફિકોને ગોળી મારવામાં આવી હતી જ્યારે તે એક મીટિંગ છોડીને તેની કારમાં જવાના હતા. ફાયરિંગમાં ફિકો ઘાયલ થયા છે.

ઘટનાને નજરે જોનાર લોકો શું બોલ્યાં

એક સાક્ષીએ જણાવ્યું હતું કે તેણે ઘણી ગોળી ચલાવવાનો અવાજ સાંભળ્યો હતો. તેણે આ ઘટના બાદ પોલીસને એક વ્યક્તિને કસ્ટડીમાં લેતા જોયો હતો. આ ઘટના બાદ પોલીસે આખા વિસ્તારની નાકાબંધી કરી નાખી હતી.

વધુ વાંચો : 'ભૂત સાથે સંબંધમાં છું, છોકરીએ સાચા માનવા પડે તેવા પુરાવા આપ્યાં, પાછલા જન્મ અંગે બોલી

હુમલાખોરને સ્થળ પર પકડી લેવાયો

ફિકોને રશિયન તરફી માનવામાં આવે છે. પીએમ ફિકો મીટિંગ બાદ હાઉસ ઓફ કલ્ચરની બહાર લોકો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળી વાગતાની સાથે જ તે જમીન પર પડી ગયાં હતા. તેમના સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને સ્થળ પર જ પકડી લીધો હતો. હુમલાખોરે ગોળીબાર શા માટે કર્યો તે અંગે હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી?

સંકળાયેલા મુદ્દાઓ

Slovakia PM attack Robert Fico firing Robert Fico attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ