બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઘીના ઠામમાં ઘી! સુરતમાં સગીરને સાધુ બનાવવાનો મામલો થાળે પડ્યો, થયું સમાધાન
Last Updated: 08:29 PM, 15 May 2024
સ્વામીનારાયણ સંપ્રદાયની સંસ્થાઓ અવાર-નવાર વિવાદમાં રહે છે. તેવામાં હાલ ગુજરાતમાં સગીરોના બ્રેઇનવોશનો મુદ્દો ગરમાયો છે. જેમાં ઉના બાદ સુરતમાં પણ એક સગીરનું સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુએ બ્રેઇનવોશ કરી તેને સાધુ બનાવી દીધો હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે અને મુદ્દો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. જે મામલે સરથાણા પોલીસે પુત્ર અને પરિવારને સામસામે બેસાડી સમજાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો છે.
ADVERTISEMENT
સગીરને સાધુ બનાવવાનો મામલો થાળે પડ્યો
ADVERTISEMENT
સરથાણા પોલીસની સમજાવટ બાદ પુત્ર પરિવાર સાથે જવા રાજી થયો છે. પરિવારના સભ્યો અને પોલીસની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો છે. અત્રે જણાવીએ કે, પુત્ર પરિવાર સાથે અમદાવાદ આવવા સહમત થયો છે અને પુત્રએ મોટા થઈને સાધુ બનવાની ઈચ્છા દર્શાવી છે. પરિવારે સ્વામિનારાયણ મંદિરના સંતો સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. પુત્રનું બ્રેઈનવોશ કરી સાધુ બનાવ્યાનો આક્ષેપ બાદ ભારે હોબાળા મચ્યો હતો અને જે બાદ મામલો સરથાણા પોલીસ મથકે પહોંચ્યો હતો
સમઢીયાળા સ્વામીનારાયણ ગુરૂકુળના સ્વામીનો ખુલાસો
વિદ્યાર્થીનું બ્રેઈનવોશ કરી સાધુ બનાવવાના આક્ષેપ મામલે સમઢીયાળા સ્વામીનારાયણ ગુરૂકૂળનાં જનાર્દન સ્વામીએ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બ્રેઈનવોશ સંસ્થામાં કરતા નથી. કોઈનાં કહેવાથી સાધુ થવાતું નથી. સાધુ બનવાની એક પ્રોસેસ હોય છે. પ્રોસેસમાંથી બાળક પસાર થાય ત્યારે સાધુ બને છે. વાલી જ્યારે બાળકને અમને સોંપે ત્યારે જ અમે સાધુ બનાવી શકીએ. બાળક સોંપે પછી અમે બાળકની પરીક્ષા કરીએ છીએ. ત્યાર બાદ બે વર્ષ પાર્ષદમાં ટ્રેનિગ આપવામાં આવે છે. તેમાંથી પાસ થાય પછી સાધુ બનાવીએ છીએ. બાળક અહીં આવવાની જીદ કરે છે તેનું કારણ તપાસવાની જરૂર છે. અહીંની કેળવણી અને સાચવણી અને ઘર કરતાં વિશેષ જમવાનું આપીએ છીએ. તેમજ દેખરેખ રાખીએ છીએ એટલા માટે બાળક અહીં આવવા પ્રયત્ન કરે છે સાધુ બનવા માટે નહી.
વાંચવા જેવું: ગુજરાતમાં આજે ક્યાં કેવો વરસાદ? બફારામાંથી મળી રાહત, આગાહી પર કરો નજર
બાળકે ગુરુકુળમાં જવાની જીદ પકડી હતી
ગીર ગઢડા તાલુકાના વડલી ગામે રહેતા અશોકભાઈ શિંગાળાનો પુત્ર મોટા સમઢીયાળા ગામે આવેલ સ્વામીનારાયણ ગુરુકુળમાં ધો. 8 માં અભ્યાસ અર્થે મુકેલ હતો. ત્યારે આ ગુરુકુળમાં આ બાળક પોતે સ્વામીના સંપર્કમાં આવતા ભણવાની જગ્યાએ સ્વામી બનવાની ઈચ્છા ધરાવવા માંડ્યો હતો. કારણ કે અહીંયા રહેતા જનાર્દન સ્વામી નામના સાધુએ સ્વામી બનવાની પ્રેરણા આપતા અને આ નાના વિદ્યાર્થીનું બ્રેઇનવોશ કરવાનું શરુ કર્યું હતું. આ વિદ્યાર્થી ધો.8 થી 10 સુધી ત્રણ વર્ષ અભ્યાસ કર્યો ત્યાં સુધી બાળકે પોતાના ઘરની મોહ માયા મૂકી દીધી હતી અને ગુરુકુળથી પિતા ઘરે લઈ જાય તો બાળક ગુરુકુળ જવાની જીદ પકડતો અને પિતા ગુરુકુળ જવાની ના પાડે તો ખાવા પીવાનું છોડી દઈ અને એક રૂમમાં પુરાઇને રહેતો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.