બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 20,000ના બજેટમાં કયા સ્માર્ટફોન સૌથી બેસ્ટ? આ રહ્યા સુપર ઓપ્શન
Last Updated: 05:13 PM, 15 May 2024
ભારતીય માર્કેટમાં આવા ઘણા સ્માર્ટફોન છે, જેને લોકો ખૂબ પસંદ કરે છે. જો તમે ફોન ખરીદવા માંગો છો પરંતુ તમારી પાસે બજેટ નથી તો અમે તમને જણાવી દઈએ કે Samsung થી લઈને Realme કંપનીઓ સુધીના ફોન તમારા બજેટમાં ખરીદી શકો છો. તમે આ કંપનીઓના ફોન 15 થી 20 હજાર રૂપિયાના બજેટમાં ખરીદી શકો છો. જેમાં અલગ-અલગ ફીચર્સ સાથે 50MP કેમેરા પણ મળશે. તો આવો કરીએ એક નજર...
ADVERTISEMENT
ADVERTISEMENT
આ ફોનમાં 6.5 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે છે. તેનું કેમેરા સેટઅપ ઘણું સારું છે, જેમાં 50MP મુખ્ય વાઇડ-એંગલ કેમેરા, 5MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 2MP મેક્રો કેમેરાનો સમાવેશ થાય છે. 13MP ફ્રન્ટ કેમેરા પણ છે. તેમાં 5000mAh બેટરી છે જે 25W સુપર-ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન એમેઝોન પર 17,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે.
આ ફોનમાં 50MP AI રિયર કેમેરા અને 8MP ફ્રન્ટ કેમેરા છે. તેમાં 8GB રેમ (16GB સુધી એક્સપાન્ડેબલ) અને 128GB સ્ટોરેજ છે, જેને માઇક્રોએસડી કાર્ડ વડે 1TB સુધી વધારી શકાય છે. ઉપરાંત, તેમાં મોટી 6.72 ઇંચની FHD+ 90Hz ડિસ્પ્લે છે. આ ફોન 5000mAh બેટરી સાથે આવે છે જે 33W SUPERVOOC ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. આ ફોન એમેઝોન પર 17,499 રૂપિયામાં ઉપલબ્ધ છે.
આ સ્માર્ટફોનમાં 50 MPનો Sony IMX890 નાઈટ વિઝન કેમેરા છે, જે ઓછા પ્રકાશમાં પણ સારા ફોટા લઈ શકે છે. 8MP કેમેરા અને 16MP ફ્રન્ટ કેમેરા પણ છે. તેમાં 6.67 ઇંચ 120Hz AMOLED ડિસ્પ્લે છે. 5000mAh બેટરી 67W ફ્લેશચાર્જ ટેકનોલોજી સાથે આવે છે. તેની કિંમત 19,999 રૂપિયાથી શરૂ થાય છે અને તે એમેઝોન પર ઉપલબ્ધ છે.
આ ફોનમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ છે, જેને માઈક્રોએસડી કાર્ડ વડે 1TB સુધી વધારી શકાય છે. તેમાં 6.51cm ફુલ HD+ ડિસ્પ્લે છે જેનો રિફ્રેશ રેટ 120Hz છે. કેમેરા સેટઅપમાં 50MP મુખ્ય કેમેરા, 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 16MP ફ્રન્ટ કેમેરાનો સમાવેશ થાય છે. 6000mAh બેટરી ટર્બોપાવર 33W ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોન ફ્લિપકાર્ટ પર 14,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે.
વધુ વાંચો : તમે લેપટોપનો ઉપયોગ કરો છો સાવચેત રહેજો, આ નાની ભૂલથી લેપટોપમાં થઈ શકે બ્લાસ્ટ
આ ફોન MediaTek Dimensity 7200 પ્રોસેસર સાથે આવે છે. તેનું કેમેરા સેટઅપ એકદમ પાવરફુલ છે, જેમાં 50 MP Sony IMX882 OIS કેમેરા છે. તેમાં 6.67 ઇંચની 120Hz ડિસ્પ્લે છે. 5000mAh બેટરી 44W FlashCharge ને સપોર્ટ કરે છે. આ ફોન એમેઝોન પર 19,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.