બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:53 PM, 15 May 2024
માસ્ટર બ્લાસ્ટર અને પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના બોડીગાર્ડે પોતાને ગોળી મારી દીધી હતી. સચિનનો બોડીગાર્ડ રજા પર તેના ઘરે આવ્યો હતો. મંગળવારે રાત્રે તેણે પોતાને માથામાં ગોળી મારી દીધી હતી. તેંડુલકરના બોડીગાર્ડ પ્રકાશ ગોવિંદા કાપડે (37)નું ઘર જામનેર શહેરના જલગાંવ રોડ પર સ્થિત ગણપતિ નગરમાં છે. રજા લઈને તે ઘરે આવ્યો હતો.
ADVERTISEMENT
પ્રકાશ કાપડે SRPFના જવાન
પ્રકાશ ગોવિંદ કાપડેની SRPF જવાન તરીકે ભરતી કરવામાં આવી હતી. તેમની પોસ્ટિંગ બાદથી તેઓ મુંબઈમાં સચિન તેંડુલકરના બોડીગાર્ડ તરીકે તૈનાત હતા. તે 8 દિવસની રજા પર જમણેર સ્થિત પોતાના ઘરે ગણપતિ નગર આવ્યાં હતા. અને અડધી રાતે પોતાની પાસે રહેલી રાઈફલથી ગોળી મારીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. આ દરમિયાન બધા સૂતા હતા. ફાયરિંગનો અવાજ સાંભળીને અચાનક બધા દોડી આવ્યાં અને જોયું તો તે લોહીથી લથપથ જમીન પર પડેલો હતો. લોકો તેને કોઈ રીતે હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
ADVERTISEMENT
વધુ વાંચો : કેએલ રાહુલ કપાતાં કપાતાં રહી ગયો ! વાયરલ તસવીરે આપી દીધો પુરાવો, ઘીના ઠામમાં ઘી
કેમ કરી આત્મહત્યા
પ્રકાશ ગોવિંદ કાપડેએ ડિપ્રેશનમાં આત્મહત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે. જામનેર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર કિરણ શિંદે અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ પછી, પ્રકાશ કાપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનેર શહેરની ઉપજિલા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Paris Paralympics 2024 / પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓ પર પૈસાનો વરસાદ! સરકારે કરી ઈનામી રકમની જાહેરાત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.