બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:38 AM, 13 May 2024
આજના જમાનામાં લોકો એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે કે જે ભવિષ્યમાં કામ આવી શકે છે. લોકો અત્યારથી ભવિષ્યને લઈને પ્લાન બનાવી રહ્યા છે. એટલા માટે હવે લોકો મ્યુચ્યુઅલ ફંડ અને SIPમાં રોકાણ કરી રહ્યા છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા SIP દ્વારા 1 કરોડ રૂપિયાનું ફંડ બનાવવા માંગો છો, તો અહીં તમે સંપૂર્ણ ગણતરી સમજી શકશો.
ADVERTISEMENT
ADVERTISEMENT
SIPમાં દર મહિને કેટલાક પૈસા જમા કરીને તમે લાંબા ગાળા માટે એક વિશાળ ફંડ ભેગું કરી શકો છો. તેનાથી તમારા ખિસ્સા પર બોજ નથી વધતો અને તમારું રોકાણ પણ સુરક્ષિત બને છે. તમારે દર મહિને SIPમાં કેટલા પૈસા જમા કરવા પડશે જેથી 1 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જાય? જો તમે રૂ. 1 કરોડનું ફંડ બનાવવા માટે SIPમાં રોકાણ કરવા માંગો છો, તો તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. જેમ કે..
તમારે જ્યારે રૂ. 1 કરોડનું ફંડ તૈયાર કરવું હોય ત્યારે તમારે એક નિશ્ચિત સમયમર્યાદા તૈયાર કરવી પડશે. જો તમે કોઈ સમયમર્યાદા નક્કી નહીં કરો તો તમને દર મહિને કેટલું રોકાણ કરવું તે નક્કી કરવામાં મુશ્કેલી પડશે.
ધારો કે તમે 10 વર્ષ માટે 1 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર કરવા માંગો છો. આવી સ્થિતિમાં તમારે મોંઘવારીનો પણ અંદાજ કાઢવો પડશે કારણ કે પછી તમારા માટે 1 કરોડ રૂપિયાનું ફંડ પૂરતું રહેશે કે નહીં, તે મોંઘવારીના સ્તર પર નિર્ભર કરશે. તમે આજે 10 વર્ષ માટે 1 કરોડ રૂપિયાનું ફંડ બનાવવાનું વિચારી રહ્યા છો. પરંતુ જો દર વર્ષે મોંઘવારી દર 7 ટકા રહે છે, તો તમારે 1 કરોડ રૂપિયાની નહીં પણ વાસ્તવમાં 1,96,71,514 રૂપિયાની જરૂર પડશે, કારણ કે ત્યાં સુધીમાં તમારા 1 કરોડ રૂપિયાની કિંમત ઘટી જશે. હવે તમે તે મુજબ તમારી માસિક SIP ની ગણતરી કરી શકો છો.
વધુ વાંચો : જોઈન્ટમાં હોમ લોન લેવાનું વિચારો છો? અરજી કરતા પહેલા જાણો જરૂરી બાબતો, ફાયદામાં રહેશો
જો તમે ઉપરોક્ત ગણતરીઓને ધ્યાનમાં રાખો તો 10 વર્ષમાં 1 કરોડ રૂપિયાનું ફંડ બનાવવા માટે તમારે દર મહિને લગભગ 70,500 રૂપિયા જમા કરાવવા પડશે, તો તમારું કુલ ફંડ 1,96,45,338 રૂપિયા થશે. આમાં SIP પર વાર્ષિક વળતરની ગણતરી 15% કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.