બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:10 PM, 15 May 2024
સોનું અને શેર બજાર આ બંને ઇન્વેસ્ટમેન્ટ માટે ખૂબ પ્રચલિત છે. જેમાં શેર બજારને રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ માનવામાં આવે છે તો ગોલ્ડને સેફ ઇન્વેસ્ટમેન્ટ મનાવવામાં આવે છે. આ વર્ષે સેન્સેક્સ અને નિફ્ટીએ જોરદાર રિટર્ન આપ્યું છે. જેમાં સેન્સેક્સે 25 ટકા રિટર્ન તો નિફ્ટીએ 29 ટકા રિટર્ન આપ્યુ છે. પરંતુ જો તમે છેલ્લા 5 વર્ષના આંકડા જોવો તો તમને ખ્યાલ આવશે કે ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડ બેસ્ટ ઓપ્શન છે. કેમ કે, સોનાએ છેલ્લા પાંચ વર્ષમાં 124.03 ટકા રિટર્ન આપ્યું છે તો સેન્સેક્સ 100 ટકા પણ નથી આપી શક્યું.
ADVERTISEMENT
સોના અને સેન્સેક્સની જો તુલના કરવી હોય તો, આજથી એક્ઝેક્ટ પાંચ વર્ષ પહેલાં સેન્સેક્સ 37,114.88 પોઇન્ટ પર હતો. અને અત્યારે 73,104.61 પોઇન્ટ પર છે. તમે ત્યારે એટલે કે મે 2019માં 1 લાખ રૂપિયા ઈન્વેસ્ટ કર્યા હોત તો તમને 1.96 લાખ રૂપિયા રિટર્ન મળ્યા હોત તેમ કહી શકાય.
ADVERTISEMENT
તો બીજી તરફ આજથી એક્ઝેક્ટ પાંચ વર્ષ પહેલાં સોનાનો ભાવ 32,261 રૂપિયા હતો. જો તમે ત્યારે સોનામાં 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોત તો અત્યારે સોનાનો ભાવ 72,275 રૂપિયાએ પોહચ્યો છે તે પ્રમાણે તમને એક લાખના 124.03 ટકાના વધારા સાથે 2.24 લાખ રિટર્ન મળ્યા હોત.
ઉલ્લેખનીય છે કે, સોનામાં પૈસા રોકાણ કરવાને ખૂબ સેફ માનવામાં આવે છે. જ્યારે વિશ્વમાં કોઈ આફત આવે ત્યારે મોટા ઇન્વેસ્ટરો સોનામાં ઇન્વેસ્ટ કરતા હોય છે. અને શાંતિના માહોલમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે. આ મોટા ઇન્વેસ્ટરોના પોર્ટફોલિયો લાખો - કરોડોમાં હોય છે. તેમને માર્કેટ મૂવર્સ પણ કેહવાય છે. આ લોકોના પૈસા જ્યારે શેર માર્કેટમાં આવે ત્યારે સારું રિટર્ન મળે છે અને જ્યારે આ લોકો સોનામાં ઇન્વેસ્ટ કરે ત્યારે સોનાનો ભાવ વધે છે.
જ્યારે કોરોના આવ્યો ત્યારે દુનિયા ભરના શેર બજાર ધરાશાયી થઈ ગયા હતા. જ્યારે શેર માર્કેટ ડાઉન થઈ રહ્યું હતું ત્યારે ગોલ્ડ પ્રાઈઝ વધી રહી હતી. કેમ કે, માર્કેટમાંથી પૈસા કાઢી ઇન્વેસ્ટરોએ ગોલ્ડમાં રોક્યા હતા. ત્યાર બાદ આવેલા રશિયા યુક્રેન વોરના કારણે પણ ઇન્વેસ્ટરોએ ગોલ્ડમાં પૈસા રોક્યા હતા જેથી સોનાનો ભાવ વધ્યો હતો.
જો AMFIના આંકડાની વાત કરવી હોય તો, ગોલ્ડ ETFનું એસેટ અંડર મેનેજમેન્ટ 2023ના એપ્રિલમાં 22,909.38 કરોડ રૂપિયા હતું જે એક વર્ષમાં 43 ટકા વધીને એપ્રિલ 2024માં 32,855.41 કરોડે પોંહચ્યુ છે. આ આંકડા કહી રહ્યા છે કે લોકો મોટા પ્રમાણમાં સોનામાં રોકાણ કરી રહ્યા છે. જેમાં ગોલ્ડ ફિઝિકલ સ્વરૂપમાં નથી ખરીદવામાં આવતું પરંતુ ડિમેટ એકાઉન્ટ મારફતે ETF ગોલ્ડ ખરીદવામાં આવે છે.
વાંચવા જેવું: ત્રિગ્રહી યોગને કારણે 5 રાશિના લોકો બનશે માલામાલ, માન-સન્માનમાં પણ થશે વધારો
એક્સપર્ટોનો એવો મત છે કે, એપ્રિલ 2025 સુધી સોનું 77000 હજારે પોંહચી જશે. જેથી પૈસા રોકાણ કરવા સોનું બેસ્ટ ઓપ્શન છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.