બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / મનોરંજન / તારક મહેતાના સોઢીના લગ્ન અંગેની વાતો વહેતી થતા સામે આવ્યું પરિવારનું રિએક્શન, કહ્યું 'અમને નથી ખ્યાલ'

મનોરંજન / તારક મહેતાના સોઢીના લગ્ન અંગેની વાતો વહેતી થતા સામે આવ્યું પરિવારનું રિએક્શન, કહ્યું 'અમને નથી ખ્યાલ'

Last Updated: 03:57 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેમના પરિવારે કહ્યું કે તેઓ ગુરુચરણ સાથે સંકળાયેલા કોઈપણ લગ્નના આયોજનથી અજાણ છે. તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે આ સમાચાર ક્યાંથી આવી રહ્યા છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા ગુરુચરણ સિંહને ગુમ થયાને હવે એક અઠવાડિયું થઈ ગયું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે પોલીસના તાજેતરના અપડેટ્સ પરથી જાણવા મળ્યું કે 24 એપ્રિલે એટલે કે ગુમ થયાના બે દિવસ પછી ગુરુચરણે દિલ્હીના પાલમ પાસેના એટીએમમાંથી 7000 રૂપિયા ઉપાડ્યા હતા, અગાઉ, સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં ગુરુચરણ સિંહ 22 એપ્રિલની રાત્રે લગભગ 9:14 વાગ્યે પાલમ વિસ્તારમાં રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા. હવે કેટલાક અન્ય અહેવાલો કહે છે કે ગુરુચરણ ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા.

લગ્ન સાથે જોડાયેલી કોઇપણ વાતથી અમે અજાણઃ પરિવાર

તેમના પરિવારે કહ્યું કે તેઓ ગુરુચરણ સાથે સંકળાયેલા કોઈપણ લગ્નના આયોજનથી અજાણ છે. તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે આ સમાચાર ક્યાંથી આવી રહ્યા છે. સંબંધીએ એ પણ જણાવ્યું કે ગુરુચરણના પિતા બોલવાની સ્થિતિમાં નથી અને પરિવાર પાસે હજુ સુધી કેસ અંગે કોઈ અપડેટ નથી.

નાણાકીય તંગીની વાતને લઇને કોઇ પુષ્ટિ નહીં

અભિનેતા નાણાકીય તંગીનો સામનો કરી રહ્યો છે કે કેમ તે અંગે કોઈ પુષ્ટિ નથી. રવિવારે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમે ગુરુચરણના ઘરે પણ તપાસ હાથ ધરી હતી. ગુરચરણ સિંહ 22 એપ્રિલે રાત્રે 8:30 વાગ્યે દિલ્હીથી મુંબઈની ફ્લાઈટમાં બેસવાના હતા, જો કે, તેઓ ન તો ગંતવ્ય સ્થાને પહોંચ્યા કે ન તો ઘરે પાછા ફર્યા. ત્યારથી તેમનો ફોન પણ બંધ છે. તેમના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી અને કલમ 365 (અપહરણ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે.

શું કહ્યું ભીડે એ ?

તાજેતરમાં, તેમના તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સાથીદાર અને ભીડેની ભૂમિકા ભજવનાર મંદાર ચાનવાડકરે કહ્યું કે ગુરચરણ સિંહ ઘણીવાર દિલ્હી અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતા હતા. મંદારે એમ પણ કહ્યું કે છેલ્લે ડિસેમ્બરમાં દિલીપ જોશીના પુત્રના લગ્નમાં ગુરુચરણ સાથે મુલાકાત થઇ હતી. તેની કો-સ્ટાર જેનિફર મિસ્ત્રી બંસીવાલે પણ અમને કહ્યું કે તે જૂન 2023 થી અભિનેતાના સંપર્કમાં નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ