બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ભારત / વિશ્વ / આરોગ્ય / કોરોનામાં કોવિશીલ્ડ વેક્સિન લેનારા માટે બેડ ન્યૂઝ, કંપનીએ સ્વીકાર્યા બ્લડ ક્લોટિંગ જેવા સાઈડ ઈફેક્ટની વાત

ચિંતા / કોરોનામાં કોવિશીલ્ડ વેક્સિન લેનારા માટે બેડ ન્યૂઝ, કંપનીએ સ્વીકાર્યા બ્લડ ક્લોટિંગ જેવા સાઈડ ઈફેક્ટની વાત

Last Updated: 12:14 AM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સમયગાળા દરમિયાન કોવિશિલ્ડ રસી દીધી છે તે લોકો માટે ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે.

AstraZeneca: કોરોના મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો હતો. આ મહામારીને કારણે અનેક લોકોના મોત થયા હતા. અને હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઇ હતી. કોરોના સમયગાળા દરમિયાન કોવિશિલ્ડ રસી દીધી છે તે લોકો માટે ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે. આ રસી બનાવનારી કંપની એસ્ટ્રાઝેનેકાએ રસીની આડઅસર થતી હોવાનો સ્વીકાર કર્યો છે.

Covid વેક્સીનને કારણે આડઅસરના તમામ દાવાઓ વચ્ચે રસી બનાવતી કંપની AstraZenecaએ મોટો ખુલાસો કર્યો છે. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં કંપનીએ પ્રથમ વખત સ્વીકાર્યું છે કે કોવિડ -19 રસીની આડઅસર થઈ શકે છે. પરંતુ આવા કેસોની સંખ્યા ઘણી ઓછી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કોવિશીલ્ડ અને વૈક્સજેવરિયા નામોથી વિશ્વભરમાં વેક્સીનનું વેચાય

તમને જણાવી દઈએ કે કોરોના મહામારી દરમિયાન ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા કોવિડ વેક્સીનને Covishield અને Vaxjaveria સહિત ઘણા નામોથી વિશ્વભરમાં વેચવામાં આવી હતી. હાલમાં એસ્ટ્રાજેનેકા વિરૂદ્ધ આ રસીથી થતા મૃત્યુ સહિત અનેક ગંભીર રોગો અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે. કંપની પર આરોપ છે કે તેણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની મદદથી વિકસિત કરેલી વેક્સિનમાં ઘણી આડઅસર સામે આવી છે.

કોણે કર્યો છે કેસ જાણો

ઉલ્લેખનીય છે કે અનેક પરિવારોએ કોર્ટમાં કેસ દાખલ કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે એસ્ટ્રાઝેનેકા રસીની આડઅસરને કારણે ગંભીર સમસ્યાઓ સર્જાઈ હતી. કંપનીની કબૂલાત ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે રસીકરણના સંભવિત જોખમને સ્પષ્ટ કરે છે. જેમી સ્કોટે આ મામલે કેસ દાખલ કર્યો હતો. તેણે એપ્રિલ 2021 માં એસ્ટ્રાઝેનેકા રસીનો ડોઝ લીધો હતો. ત્યારબાદ તે કાયમી મગજની ઇજરીથી પીડાઈ રહ્યો છે.

રસીને કારણે સાઇડ ઇફેક્ટ જોવા મળી

નોંધનીય છે કે જેમી સ્કોટ સહિતના અન્ય દર્દીઓના કેસોમાં થ્રોમ્બોસિટોપેનિયા સિન્ડ્રોમ (TTS) સાથે થ્રોમ્બોસિસ નામની દુર્લભ આડ અસર જોવા મળે છે. આ સિન્ડ્રોમને કારણે બ્લડ ક્લોટ અને પ્લેટલેટ કાઉન્ટ ઘટવાની સમસ્યા થાય છે. એસ્ટ્રાજેનેકા કંપની દ્વારા યુકેની હાઇકોર્ટમાં રજૂ કરાયેલા કાયદાકીય દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે આ રસીથી TTS જેવી આડઅસર થઈ શકે છે, પરંતુ આની શક્યતા ઘણી ઓછી છે.

કંપનીની કબુલાતથી શું થશે?

લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ એસ્ટ્રાઝેનેકા કંપનીએ આડ અસરોનો સ્વીકાર કર્યો છે. હવે સવાલ એ થાય છે કે આગળ શું થશે? જો કંપની કબૂલ કરે છે કે રસીના કારણે અમુક કેસમાં ગંભીર બીમારી અથવા મૃત્યુ થઈ શકે છે, તો તેને ભારે વળતર ચૂકવવું પડી શકે છે. મહત્વની વાત એ છે કે એસ્ટ્રાઝેનેકાના કબૂલાત છતાં કંપની રસીમાં કોઈપણ ખામી અથવા તેની વ્યાપક આડઅસરોના દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢે છે.

વધુ વાંચો: 3000 વર્ષ જુની કબરમાં નીકળી એક ચીજ કે 20 વૈજ્ઞાનિકો ઝાટકે મર્યાં, કૂતરો પણ ન બચ્યો, રહસ્યનો પર્દાફાશ

આ રસી હવે યુકેમાં ઉપયોગમાં લેવાતી નથી

મહત્વનું છે કે સલામતી સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હવે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી હવે UK માં ઉપયોગમાં લેવાતી નથી. જો કે ઘણા સ્વતંત્ર અભ્યાસોમાં આ રસી રોગચાળા સાથે વ્યવહાર કરવામાં ખૂબ અસરકારક હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જો કે આડઅસરોના મામલાને કારણે આ રસી સામે તપાસ શરૂ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ