બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

logo

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ

logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

VTV / બિઝનેસ / શેર બજારમાં 2.50 લાખ કરોડની કમાણી, 937 અંકના જમ્પ સાથે બજાર બંધ, માર્કેટ કેપે ઐતિહાસિક રચ્યો

શેર માર્કેટ / શેર બજારમાં 2.50 લાખ કરોડની કમાણી, 937 અંકના જમ્પ સાથે બજાર બંધ, માર્કેટ કેપે ઐતિહાસિક રચ્યો

Last Updated: 04:30 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે ભારતીય શેરબજારનું માર્કેટ કેપ ફરી એકવાર નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 406.59 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું

ખાનગી અને જાહેર ક્ષેત્રના બેન્કિંગ શેરો સહિત PSU શેર્સમાં જોરદાર ખરીદીને કારણે ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં મજબૂત ઉછાળા સાથે બંધ થયું છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 938 પોઈન્ટના ઉછાળા સાથે 74,668 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 223 પોઈન્ટના ઉછાળા સાથે 22,643 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE માર્કેટ કેપ રેકોર્ડ હાઈ પર

શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે ભારતીય શેરબજારનું માર્કેટ કેપ ફરી એકવાર નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 406.59 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 404.09 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. આજના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.50 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

ક્ષેત્રોની સ્થિતિ

આજના કારોબારમાં બેન્કિંગ સેક્ટરના શેરોના કારણે બજાર તેજ હતું. નિફ્ટી બેંક 1223 પોઈન્ટના ઉછાળા સાથે 49,424 પોઈન્ટની નવી ટોચે બંધ થયો છે. તો નિફ્ટીનો PLU ઈન્ડેક્સ 189 પોઈન્ટના ઉછાળા સાથે 7569 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ સિવાય ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો પણ આજના કારોબારમાં તેજી સાથે બંધ થયા છે. પરંતુ ઓટો અને આઈટી શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેર લીલા નિશાનમાં અને 4 ઘટીને બંધ રહ્યા હતા.

આ પણ વાંચોઃ હવે વગર પૈસે પણ શેર ખરીદી શકશો, એ કેવીરીતે? ડીમેટ એકાઉન્ટ આપે છે બેસ્ટ સુવિધા

વધતા અને ઘટતા શેર

આજના ટ્રેડિંગમાં, ICICI બેંકનો શેર 4.67 ટકાના ઉછાળા સાથે તેની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે SBI 3.09 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 2.93 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.93 ટકા, એક્સિસ બેન્ક 2.47 ટકા, NTPC 2.07 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે ઘટતા શેરોમાં HCL ટેક 5.79 ટકા, ITC 0.44 ટકા, વિપ્રો 0.37 ટકા, બજાજ ફિનસર્વ 0.01 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ