બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

VTV / ભારત / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય

બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય

Last Updated: 10:41 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યોગ ગુરુ બાબા રામદેવને એક મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમની ફટકાર બાદ ઉત્તરાખંડ સરકારે તેમની દિવ્ય ફાર્મસીની 14 ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

યોગ ગુરુ બાબા રામદેવ બરાબરના ફસાયાં છે. ગેરમાર્ગે દોરતી જાહેરખબર કેસમાં સુપ્રીમની આકરી ફટકાર અને માફીના ઈન્કાર બાદ હવે તેમને તગડો ફટકો પડ્યો છે. ઉત્તરાખંડ સરકારે તેમની દિવ્ય ફાર્મસીની 14 ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

વધુ વાંચો : તમિલનાડુમાં દિકરાએ પિતાને મોત આપ્યું ત્યાં સુધી મુક્કાઓ માર્યા, હૈયું કંપી જાય તેવો વીડિયો

કઈ કઈ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ

દિવ્ય ફાર્મસીની જે ચીજો પર પ્રતિબંધ લાગ્યો છે તેમાં શ્વાસારી ગોલ્ડ, શ્વાસારી વાટી, દિવ્યા બ્રોન્કોમ, શ્વાસારી પ્રવહી, શ્વાસારી અવલેહ, મુક્તા વટી એક્સ્ટ્રા પાવર, લિપિડોમ, બીપી ગ્રિટ, મધુગ્રિત, મધુગૃતિ, મધુનાશિની વાટી એક્સ્ટ્રા પાવરનો સમાવેશ થાય છે.

દ્રષ્ટિ આઈ ડ્રોપ પણ પ્રતિબંધની યાદીમાં

દિવ્ય ફાર્મસીની લોકપ્રિય દવા, આંખના નાખવાના ટીંપા, દ્રષ્ટિ આઈ ડ્રોપ પણ પ્રતિબંધની યાદીમાં સામેલ છે. આ તમામ ચીજો હવે દિવ્ય ફાર્મસીએ માર્કેટમાંથી પાછી ખેંચી લેવી પડશે.

14 ચીજવસ્તુઓ દવાઓ છે

જે ચીજો પર પ્રતિબંધ લાગ્યો છે તે બધી આયુર્વેદિક દવાઓ છે.

ગેરમાર્ગે દોરતી જાહેરખબરોનો ચાલી રહ્યો છે કેસ

રામદેવ અને તેમની ફાર્માસ્યુટિકલ કંપની પતંજલિ આયુર્વેદને ગયા મહિને સુપ્રીમ કોર્ટે ગેરમાર્ગે દોરતી જાહેરાતોને લઈને આકરો ઠપકો આપ્યો હતો જે પછી રામદેવે બે વાર માફી માગી હતી તેમ છતાં પણ સુપ્રીમે નરમ વલણ દાખવ્યું નહોતું.

પતંજલિ ફૂડ્સને કારણદર્શક નોટિસ

રામદેવની એફએમસીજી કંપની-પતંજલિ ફૂડ્સ લિમિટેડને ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) દ્વારા કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે. ચંદીગઢ સ્થિત ડીજીજીઆઈએ 27.5 કરોડ રૂપિયાના જીએસટીની માંગ કરી છે. ડીજીજીઆઈ ચંદીગઢે તેની તપાસમાં સાત બનાવટી કંપનીઓ દ્વારા જારી કરાયેલા બનાવટી ઇન્વોઇસેસ જોયા. આરોપ છે કે આના આધારે પતંજલિ ફૂડ્સ દ્વારા લગભગ 27.46 કરોડ રૂપિયાના નકલી આઇટીસીના દાવા કરવામાં આવ્યા હતા. કંપનીના પ્રવક્તાએ આ નોટિસની પુષ્ટિ કરી છે.

ગેરમાર્ગે દોરતી જાહેરખબર કેસમાં એક્શન

ઉત્તરાખંડ સરકારે ગેરમાર્ગે દોરતી દિવ્ય ફાર્મસીની જાહેરખબર કેસમાં આવું એક્શન લીધું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ