બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / રાહુલ દ્વવિડના સ્થાને ક્રિકેટ હેડ કોચની રેસમાં આ 6 ધાકડ ખેલાડીઓ, 3 નામ તો ચોંકાવનારા

સ્પોર્ટ્સ / રાહુલ દ્વવિડના સ્થાને ક્રિકેટ હેડ કોચની રેસમાં આ 6 ધાકડ ખેલાડીઓ, 3 નામ તો ચોંકાવનારા

Last Updated: 08:27 AM, 16 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 પછી સમાપ્ત થવા જઈ રહ્યો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો રાહુલ દ્રવિડ આ પોસ્ટ માટે ફરીથી અરજી નહીં કરે. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયાને ટુંક સમયમાં નવા હેડ કોચ મળશે.

ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમને ટૂંક સમયમાં નવા મુખ્ય કોચ મળી શકે છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. BCCIએ 13 મેના રોજ સિનિયર મેન્સ ટીમના મુખ્ય કોચના પદ માટે જાહેરાત બહાર પાડી હતી. આ પદની રેસમાં રાહુલ દ્રવિડને રિપ્લેસ કરવા માટે 6 લોકો રેસમાં છે.

CSKના કોચ સ્ટીફન ફ્લેમિંગ

વાસ્તવમાં રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 પછી સમાપ્ત થવા જઈ રહ્યો છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રાહુલ દ્રવિડ આ પોસ્ટ માટે ફરીથી અરજી નહીં કરે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી અને હાલમાં CSKના કોચ સ્ટીફન ફ્લેમિંગ હવે આ પદ માટે ફેવરિટ તરીકે જોવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે એક બીસીસીઆઈ આ જવાબદારી ફ્લેમિંગને આપવા માંગે છે. રિપોર્ટ અનુસાર, IPL 2024 દરમિયાન ફ્લેમિંગ સાથે આ અંગે અનૌપચારિક ચર્ચા થઈ છે. હાલમાં ફ્લેમિંગે આ અંગે CSK મેનેજમેન્ટ સાથે વાત કરી નથી.

એન્ડી ફ્લાવર

ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર એન્ડી ફ્લાવરને કોચિંગનો ઘણો અનુભવ છે. 2007માં તે ઈંગ્લેન્ડનો આસિસ્ટન્ટ કોચ બન્યા હતા, ત્યારબાદ તેને ટીમ ડાયરેક્ટરની જવાબદારી મળી. તેણે IPL સહિત વિશ્વની ઘણી લીગમાં કોચિંગ આપ્યું છે. ભારતીય ટીમના આગામી મુખ્ય કોચની રેસમાં તેના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીરનું નામ ઘણા લોકોને આશ્ચર્યમાં મૂકી શકે છે. ગંભીર પાસે કોચિંગનો બહુ ઓછો અનુભવ છે પરંતુ તે ઘણો સફળ રહ્યો છે. તે ત્રણ વર્ષથી IPLમાં મેન્ટરની ભૂમિકા ભજવી રહ્યો છે અને દરેક વખતે તેની ટીમ પ્લેઓફમાં પહોંચી છે. ગંભીરનું નામ હજુ ચર્ચામાં નથી પરંતુ જો તે અરજી કરે છે તો તે મુખ્ય કોચ બની શકે છે.

VVS લક્ષ્મણ

જો VVS લક્ષ્મણ આ પદ માટે અરજી કરે છે, તો લક્ષ્મણ મજબૂત દાવેદાર હશે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી NCA ચીફ છે અને જ્યારે દ્રવિડ રજા પર હતો સિનિયર ટીમના કોચિંગની જવાબદારી તેમના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી હતી, ભારતીય ટીમે ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે એશિયન ગેમ્સ, દ્વિપક્ષીય T20 રમી હતી.

વિરેન્દ્ર સેહવાગ

ભારતીય ટીમના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે મુખ્ય કોચ પદ માટે અરજી કરી દીધી છે. સેહવાગની ગણતરી ક્રિકેટ ઈતિહાસના સૌથી વિસ્ફોટક બેટ્સમેન તરીકે થાય છે. હવે તે કોમેન્ટ્રી કરે છે અને તેના કારણે તે ટીમ પર પણ નજર રાખે છે. સેહવાગ પણ મુખ્ય કોચની ભૂમિકામાં જોવા મળી શકે છે.

રિકી પોન્ટિંગ

ભારતીય ક્રિકેટ ચાહકો રિકી પોન્ટિંગને તેમના સૌથી મોટા દુશ્મન માને છે. 2003 વર્લ્ડ કપની ફાઇનલમાં સદી ફટકારીને તેણે ભારતની હારનો પાયો નાખ્યો હતો. પરંતુ પોન્ટિંગને ક્રિકેટ ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે. ઘણી વખત કોમેન્ટ્રીમાં તે અગાઉથી કહી દે છે કે મેદાન પર શું થવાનું છે.

વધુ વાંચો : ટી 20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડીયાને તગડો ઝટકો, રોહિત શર્માનું વધ્યું ટેન્શન, કેવી અસર પડશે?

રિપોર્ટ અનુસાર, BCCI ત્રણેય ફોર્મેટ માટે એક જ કોચ ઈચ્છે છે. જેના કારણે કોચને લગભગ 10 મહિના સુધી ટીમ સાથે રહેવું પડશે. આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બનશે?

સંકળાયેલા મુદ્દાઓ

Team India New Head Coach Rahul Dravid BCCI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ