બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / આઈસ્ક્રીમ લવર માટે લાલબત્તી! દરોડામાં ખૂલ્યો બરફકાંડ, ખાશો તો નક્કી પડશો બીમાર
Last Updated: 10:57 PM, 15 May 2024
ઉનાળાની ગરમીમાં ઠંડી વસ્તુઓની ખુબ ડિમાન્ડ રહેતી હોય છે. અને વધુ પડતી માંગને જોતા કેટલાક તત્વો લોકોના આરોગ્ય સાથે પણ ચર્ચા કરતા હોય છે. ત્યારે લોકોના આરોગ્યને ધ્યાને રાખીને રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. જેમાં આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું ખુલ્યું. થોડા દિવસ પહેલા જ સુરતમાં 10 આઈસ્ક્રીમ પાર્લરોમાં વેચાતા આઈસ્ક્રીમ ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું હતું. અને સુરત ફૂડ વિભાગે કાર્યવાહી પણ તે મુદ્દે કરી. ત્યારે આ ઘટનાને ધ્યાને રાખી રાજકોટમાં પણ ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે.
ADVERTISEMENT
ઠંડકના અહેસાસમાં બીમાર પડી જશો!
ADVERTISEMENT
રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખતા આઈસ્ક્રીમના ઉત્પાદકોને ત્યાં દરોડા પાડ્યા હતા. જેમા ડિલાઇટ્સ આઈસ્ક્રીમ ઉત્પાદકને ત્યાં ચેકિંગમાં લુઝ આઈસ્ક્રીમના પેકિંગમાં લાઈસન્સ નંબર, ઉત્પાદકનું નામ, સ્થળ સહિતની વિગતો દર્શાવાય નહોતી. જેથી આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની શંકાના આધારે આઈસ્ક્રિમ સહિતની બનાવટના નમુના લીધા હતા.
આઈસ્ક્રીમ તમને બીમાર કરી શકે છે!
માત્ર આઈસ્ક્રીમ બનાવતા વિક્રેતાઓને ત્યાં નહીં પરંતુ રાજકોટમાં બરફ બનાવતી ફોક્ટરીઓમાં પણ આજે મનપાના ફૂડ વિભાગે રેડ કરીને ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં બરફ બનાવતી 5 ફેક્ટરીઓનો નોટીસ ફટકાવવામાં આવી છે. એટલું જ નહીં જે 5 ફેક્ટરીને નોટીસ આપવામાં આવી છે. તેમાંથી 4 ફેક્ટરીઓ પાસે તો લાયસન્સ પણ નથી. સાથે જ ફેક્ટરીઓમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળ્યો. આમ લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખતા આરોગ્ય વિભાગ તો સજાગ છે. પરંતુ આશા રાખીએ કે, લોકો પણ બહાર આઈસ્ક્રીમ કે બરફના ગોલા જેવી વસ્તુઓ આરોગવા જાય તો સ્વાસ્થ્યનું એક વખત ચોક્કસ પણ વિચારીને સારી જગ્યા પર આરોગશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
એક્ટર માથે બીજી આફત / સૈફ અલી ખાનને 15 હજાર કરોડનો ઝટકો! સાજો થઈને ઘેર આવતાં જ મળ્યાં ખરાબ સમાચાર
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
એક્ટર માથે બીજી આફત / સૈફ અલી ખાનને 15 હજાર કરોડનો ઝટકો! સાજો થઈને ઘેર આવતાં જ મળ્યાં ખરાબ સમાચાર
ADVERTISEMENT