બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / હવે દુબઇ જવું અને રહેવું બનશે સાવ સરળ! UAE અને ભારત વચ્ચે થવા જઇ રહ્યો છે આ મોટો કરાર
Last Updated: 08:12 AM, 16 May 2024
દુબઈ જઈને ત્યાં નોકરી કરવા અને રહેવાની ઈચ્છા ધરાવતા ભારતીયો માટે ખુશખબરી છે. હવે સંયુક્ત અરબ અમીરાત જવું, રહેવુ અને વેપાર કરવું વધારે સરળ થઈ જશે. તેના માટે ભારત અને UAEની વચ્ચે લોકોનો સંપર્ક વધારવા માટે અને સ્થળાંતર અને પ્રવાસના સંબંધિત કરારોને ટૂંક સમયમાં જ અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. નવી દિલ્હીમાં મંગળવારે રાજદ્વારી મામલાની સંયુક્ત સમિતિની પાંચમી બેઠક વખતે આ નિર્ણય લેવામાં આવ્યો.
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયે કહ્યું કે બન્ને પક્ષોએ આ બેઠકમાં શ્રમ, વીઝા, પ્રવાસ, નાગરિકતા અને પ્રત્યાર્પણ સહિત અન્ય મુદ્દાઓ પર સમન્વય અને સહયોગને મજબૂત કરવાના તંત્ર પર વ્યાપક ચર્ચા કરી. મંત્રાલયે કહ્યું, "બન્ને પક્ષોએ પારસ્પરિક હિતના અન્ય મુદ્દા પર પણ ચર્ચા કરી. જેમાં લોકોની વચ્ચે સારા સંપર્કને પ્રોત્સાહન આપવા માટે વીઝા સુવિધા અને માઈગ્રેશન અને મૂવમેન્ટ સાથે સંબંધિત કરારને ટૂંક સમયમાં પુરો કરવાનું શામેલ છે." મંત્રાલયે કહ્યું કે યુએઈએ ભારતીય પ્રવાસી શ્રમિકોના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા ઉઠાવેલા વિવિધ પગલા વિશે વિસ્તારથી જાણકારી આપી.
વધુ વાંચો: ગરમીથી છુટકારો! મે મહિનાની આ તારીખથી ભારતમાં ચોમાસું બેસશે, IMDએ કર્યું એલાન
ADVERTISEMENT
આર્થિક, વેપાર, રક્ષા અને પ્રૌદ્યોગિકીમાં વધાર્યો સહયોગ
ભારત અને યુએઈ હવે મળીને ઘણા ક્ષેત્રોમાં એકબીજાના સહયોગને પ્રોત્સાહન આપવા જઈ રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, "બન્ને દેશોના વચ્ચે સંબંધોમાં રાજનૈતિક, આર્થિક, વેપાર, વાણિજ્ય, રક્ષા, સાંસ્કૃતિક, પ્રૌદ્યોગિકી અને ઉર્જા, લોકોના એક બીજા સાથે સંપર્ક સહિત સહયોગના બધા ક્ષેત્ર શામેલ છે." છેલ્લા થોડા વર્ષોમાં બન્ને દેશોની વચ્ચે સંબંધ સતત ગાઢ બની રહ્યા છે. યુએઈમાં વર્તમાનમાં 35 લાખથી વધારે ભારતીય રહે છે. આ કરાર થયા બાદ આ સંખ્યામાં વધારો થવાની આશા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT