બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

VTV / ભારત / Politics / સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા JDS સાંસદ પાર્ટીમાંથી સસ્પેંન્ડ, અશ્લિલ વીડિયો થયા હતા વાયરલ

લોકસભા ચૂંટણી 2024 / સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા JDS સાંસદ પાર્ટીમાંથી સસ્પેંન્ડ, અશ્લિલ વીડિયો થયા હતા વાયરલ

Last Updated: 11:20 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રથમ તબક્કાના મતદાનના બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર તેમના ઘણા વીડિયો વાયરલ થયા હતા

અશ્લીલ વીડિયો કેસમાં JDSએ પ્રજવલ રેવન્ના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. એચડી કુમારસ્વામીએ કહ્યું કે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.લોકસભા ચૂંટણી વચ્ચે કર્ણાટકના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન એચડી દેવગોડાના પૌત્ર અને હસન લોકસભા સીટના JDS સાંસદ પ્રજવલ રેવન્ના કથિત સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા છે.

સેક્સ સ્કેન્ડલ કેસમાં સાંસદ પ્રજવલ રેવન્ના સામે મોટી કાર્યવાહીની તૈયારીઓ કરવામાં આવી છે. તેને સસ્પેન્ડ કરવામાં આવશે તે નિશ્ચિત છે. જનતા દળ સેક્યુલરના નેતા એચ.ડી. કુમારસ્વામીએ સોમવારે કહ્યું કે પાર્ટીએ પ્રજ્વલ રેવન્નાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. કુમારસ્વામીના ભત્રીજા પ્રજ્વલ રેવન્ના હાસનથી સાંસદ છે. આ બેઠક પરથી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ) સાથે ચૂંટણી લડી રહ્યા છે. નોધનીય છે કે કર્ણાટકમાં 26 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાનના બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર તેમના ઘણા વીડિયો વાયરલ થયા હતા.

પીએમને આ મામલામાં દૂર રાખવા અપીલ

પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ JD(S) અને સહયોગી ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સમગ્ર એપિસોડથી દૂર રાખવા અપીલ કરી હતી. રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસે સમગ્ર પ્રકરણ પર ભાજપ અને વડાપ્રધાન પાસેથી સ્પષ્ટતા માંગ્યા બાદ તેમનું નિવેદન આવ્યું છે. કુમારસ્વામીએ કહ્યું, "નિર્ણય લેવામાં આવી ચુક્યો છે." આવતીકાલે હુબલીમાં મળનારી કોર કમિટીની બેઠકમાં તેની ભલામણ કરવામાં આવશે. કારણ કે પ્રજ્વાલ સંસદ સભ્ય છે. JDS કર્ણાટકના અધ્યક્ષ કુમારસ્વામીએ પત્રકારોને જણાવ્યું હતું કે, "કેટલાક મુદ્દાઓ સામે આવ્યા છે તેના આધારે સસ્પેન્ડ કરવાનો નિર્ણય ગઈકાલે લેવામાં આવ્યો હતો. પ્રજ્વલ રેવન્ના પર કોઈ સીધા આરોપો નથી." જો આરોપો સાચા હોય... તો કાયદા મુજબ સજા થવી જોઈએ. આ અંગે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. જો પ્રજ્વલ રેવન્ના ખોટા હોય તો અમારો પરિવાર તેની સામે પગલાં લેવા તૈયાર છે.

ગુનો કર્યો હશે તો સજા પણ મળશે

આ મુદ્દે ભાજપ અને વડાપ્રધાન મોદીને નિશાન બનાવવાના કોંગ્રેસના નેતાઓના પ્રયાસો વિશે પૂછવામાં આવતા કુમારસ્વામીએ કહ્યું, 'શું મોદી પ્રજ્વલ રેવન્ના માટે પ્રચાર કરવા આવ્યા હતા? મોદીને આ બાબત સાથે શું લેવાદેવા ? ભાજપને આની સાથે શું લેવાદેવા ? શા માટે તેને તેમની સાથે જોડવામાં આવી રહ્યા છે? દેવેગૌડા કે કુમારસ્વામીને આની સાથે શું લેવાદેવા છે?' અગાઉ કુમારસ્વામીએ કહ્યું હતું કે, 'SITની રચના કરવામાં આવી છે, જો તપાસમાં ગુનેગાર સાબિત થશે તો જે પણ સામેલ હશે તેને સજા ભોગવવી પડશે. જેણે ખોટું કર્યું છે તેણે દેશના કાયદા મુજબ ઝૂકવું પડશે. અમે કડક કાર્યવાહી કરીશું. પાર્ટી દ્વારા તેમનો બચાવ કરવાનો કોઇ પ્રશ્ન જ નથી. જેડીએસના પ્રદેશ પ્રમુખ કુમારસ્વામીએ આખા વિવાદમાં તેમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડા અને પરિવારના અન્ય સભ્યોના નામને ઘસીડવાના પ્રયાસ પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો.

વાંચવા જેવું: 'સરકાર બની તો આર્થિક સર્વે કરાવશે કોંગ્રસ', પાટણમાં રાહુલ ગાંધી જુઓ શું બોલ્યા, પડશે અસર

તેમણે કહ્યું, 'હું કોંગ્રેસના નેતાઓને પૂછવા માંગુ છું કે તેઓ પરિવારને આમાં કેમ લાવી રહ્યા છે? વ્યક્તિ અંગે ચર્ચા કરો. અહીં એક વ્યક્તિ અને તેના કાર્યોનો સવાલ છે. પરિવારનો નહીં. પરિવારનું નામ, દેવેગૌડાનું નામ કે કુમારસ્વામીનું નામ શા માટે લવાય છે? મેં પોતે કહ્યું છે કે જેણે ખોટું કર્યું છે તેને સજા ભોગવવી પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ