બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / 'સરકાર બની તો આર્થિક સર્વે કરાવશે કોંગ્રસ', પાટણમાં રાહુલ ગાંધી જુઓ શું બોલ્યા, પડશે અસર

ચૂંટણી 2024 / 'સરકાર બની તો આર્થિક સર્વે કરાવશે કોંગ્રસ', પાટણમાં રાહુલ ગાંધી જુઓ શું બોલ્યા, પડશે અસર

Last Updated: 06:50 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે રાહુલ ગાંધી પર ટીપ્પણી બાદ રાહુલ ગાંધીએ રાજવીના વખાણ કર્યા છે. ભાવનગરના રાજાનો આભારી હોવાનું જણાવી ભાવનગરના રાજવીએ તેમનું રાજ્ય દેશને સમર્પિત કર્યુ હોવાનુ જણાવ્યુ હતુ

રાહુલ ગાંધીએ પાટણ લોકસભા બેઠક પર 7 વર્ષ બાદ જનસભા યોજી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાટણમાં મોદી સરકાર પર વિવિધ આરોપ લગાવ્યા હતાં તેમજ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને દોહરાવ્યો હતો. રાહુલ ગાંધીએ પાટણમાં રામમંદિર અંગે નિવેદન કર્યું હતું. રાહુલે કહ્યું કે, રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને એટલા માટે ન બોલાવાયા કારણ કે તેઓ આદિવાસી છે. રાહુલ ગાંધીએ પાટણની સભામાં કોંગ્રેસના ચૂંટણીઢંઢેરાને લોકોને યાદ કરાવ્યો. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે અમારી સરકાર આવશે એટલે સૌ પ્રથમ અમે અગ્નિવીર યોજનાને હટાવી દઇશું. તો ભાવનગરના રાજવીના વખાણ પણ કર્યા હતાં.

આર્થિક સર્વેક્ષણ મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો કેન્દ્રમાં તેમની સરકાર બનશે તો તે સમગ્ર દેશમાં જાતિ અને આર્થિક સર્વેક્ષણ કરાવશે. રાહુલે કહ્યું હતું કે, દેશની 90 ટકા વસ્તી એસસી, એસટી અને ઓબીસીની છે પરંતુ તેમને કોર્પોરેટ, મીડિયા, ખાનગી હોસ્પિટલો, ખાનગી યુનિવર્સિટીઓ અથવા સરકારી નોકરિયાતમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું નથી

ભાવનગરના રાજવીના રાહુલે કર્યા વખાણ

ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે રાહુલ ગાંધી પર ટીપ્પણી બાદ રાહુલ ગાંધીએ રાજવીના વખાણ કર્યા છે. પાટણમાં યોજાયેલી સભાના સંબોધનમાં ભાવનગરના રાજવીને રાહુલ ગાંધીએ યાદ કર્યા હતા. ભાવનગરના રાજાનો આભારી હોવાનું જણાવી ભાવનગરના રાજવીએ તેમનું રાજ્ય દેશને સમર્પિત કર્યુ હોવાનુ જણાવ્યુ હતુ.

વાંચવા જેવું: PSI અને લોક રક્ષકની ભરતીમાં આટલી અરજીઓ થઈ કન્ફર્મ, કાલે રાત સુધીનો સમય

રાહુલ ગાંધીએ રાજા-મહારાજા મુદ્દે કરી હતી ટીપ્પણી

મહત્વપૂર્ણ છે કે, ભાવનગરના યુવરાજ જયવીરસિંહે રવિવારે કોંગ્રેસ અંગે ટીપ્પણી કરી હતી. તેમણે ઈન્દિરા ગાંધીના કારણે રજવાડાઓની જમીન ગઈ હોવાનું નિવેદન કરી રાહુલ ગાંધી પર મને દયા આવે છે તેમ જણાવ્યુ હતુ. તેમના દાદી અને પિતા પ્રધાનમંત્રી રહી ચૂક્યા હોવા છતાં પાર્ટીનો સત્યનાશ કરી નાખ્યો હોવાનો કટાક્ષ કર્યો હતો. રાજા-મહારાજા મુદ્દે ટીપ્પણી કર્યા બાદ ઘેરાયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજવી પરિવારને યાદ કરવાની ફરજ પડી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ