બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / PSI અને લોક રક્ષકની ભરતીમાં આટલી અરજીઓ થઈ કન્ફર્મ, કાલે રાત સુધીનો સમય

સરકારી નોકરી / PSI અને લોક રક્ષકની ભરતીમાં આટલી અરજીઓ થઈ કન્ફર્મ, કાલે રાત સુધીનો સમય

Last Updated: 04:31 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PSI તથા લોક રક્ષક ભરતીને લઈ ભરતી બોર્ડને મળી 10.60 લાખ અરજીઓ, હવે ઓનલાઈન અરજી માટે બાકી રહ્યાં છે બે દિવસ

Police Bharti News: ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી, સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ: 12472 ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યાં છે. અત્રે જણાવીએ કે, આ ભરતીને લઈ અરજીઓનો આંક 10 લાખને પાર પહોંચ્યો છે.

gujarat-police_39

10.60 લાખથી વધુ અરજીઓ આવી

થોડા દિવસ અગાઉ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે એક મહત્વની જાહેરાત કરી હતી કે, ધોરણ-12 અને કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ આ ભરતી માટે અરજી કરી શકે છે. ત્યારે હવે PSI તથા લોકરક્ષકની ભરતી માટે 10.60 લાખથી વધુ અરજીઓ આવી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ ભરતીમાં થયેલી અરજીમાં સવા લાખ અરજીનું કન્ફર્મેશન બાકી છે. તેમજ અરજી માટે છેલ્લા બે દિવસ બાકી રહ્યાં છે. એટલે કે, મંગળવારે રાત્રે અરજીનો સમય પૂર્ણ થશે.

વાંચવા જેવું: ગુજરાત બન્યું ડ્રગ્સની હેરાફેરીનું એપી સેન્ટર! ફરીવાર અરબસાગરમાંથી ઝડપાયું 173 કિલો ડ્રગ્સ

પોલીસમાં ભરતી થવા માટે 30મી એપ્રિલ સુધીમાં અરજી કરો

ગુજરાત પોલીસમાં PSI, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, લોક રક્ષક અને જેલ કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા ચાલુ છે. જો તમે આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોવ તો તમે બોર્ડની અધિકૃત વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ પર ઑનલાઇન મોડમાં અરજી ફોર્મ ભરી શકો છો.

ખાસ આ નોંધ વાંચી લો

  1. ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-12 અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.
  2. ઉમેદવાર જો (1) ફકત પો.સ.ઇ. કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં PSI Cadre પસંદ કરવાનું રહેશે (2) ફકત લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Lokrakshak Cadre પસંદ કરવાનું રહેશે અને (3) જો બંન્ને માટે (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર) અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Both (PSI+LRD) પસંદ કરવાનું રહેશે.
  3. માજી સૈનિકો માટે ગુજરાત રાજય સેવા (માજી સૈનિકો માટે અનામત) નિયમો 1975 અને સુધારેલ નિયમો - 1994 તથા વખતો વખત સુધારેલ નિયમો મુજબ અનામત મળવાપાત્ર રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ