બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં PI સામે પડનારા બે PSIની બદલી, કર્યો હતો સણસણતો આરોપ
Last Updated: 08:38 PM, 13 May 2024
અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના PI સામે તેમના જ પોલીસ સ્ટેશનના પીએસઆઇએ ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપ બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. નિકોલના PI કે.ડી.જાટ સામે આરોપ કરનારા બંને PSIની બદલી કરાઈ છે.
ADVERTISEMENT
આરોપ કરનારા બંને PSiની કરાઇ બદલી
જે.બી.શિયાળને સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં મુકાયા છે જ્યારે આર.ઓ.યાદવને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. અત્રે જણાવીએ કે, માનસિક ત્રાસ આપતા હોવાનો PI પર બંન્ને PSIએ આરોપ મુક્યો હતો. નિકોલ પોલીસ સ્ટેશનમાં હાલ કે.ડી. જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. આ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા જયંતિ શિયાળે તેમની સામે છેક ગૃહ વિભાગ સુધી ફરીયાદ કરી હતી.
ADVERTISEMENT
ACP આર.ડી. ઓઝાને તપાસ સોંપાઇ
અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના PI કે.ડી.જાટના ત્રાસને લઇને 2 PSIએ કરેલી ફરિયાદ બાદ અમદાવાદના પોલીસ વિભાગમાં PIની ચર્ચા શરૂ થઇ છે. તેવામાં 2 PSIના આરોપને લઇ અમદાવાદના ACP આર.ડી. ઓઝાને તપાસ સોંપાઇ છે. ACP આર.ડી. ઓઝાએ ફરિયાદ કરનાર PSI જયંતિ શિયાળનું નિવેદન નોધ્યુ હતું. જ્યારે PSI રાજેશ યાદવ અને અન્ય કર્મચારીઓના પણ નિવેદન લેવાનો નિર્ણય લેવાયો હતો.
વાંચવા જેવું: ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 14 જિલ્લામાં વરસાદ, જુઓ નુકસાનીનો ચિતાર
જાણો સમગ્ર મામલો
મહત્વનું છેકે PSIના ગંભીર આરોપોને લઇ પોલીસ કમિશનરે 2 દિવસમાં સમગ્ર ઘટનાનો રિપોર્ટ સોંપવા માટે આદેશ કર્યો છે. જેને લઇને ACPએ નિકોલ પોલીસ સ્ટેશનના કર્મીઓના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. મહત્વનું છેકે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રાજેશ યાદવ અને PSI જયંતી શિયાળે PI કે.ડી.જાટ સામે માનસિક ત્રાસ આપવાની ફરિયાદ કરી હતી. ફરિયાદમાં માનસિક ત્રાસને લઇ રાજીનામું અને આત્મહત્યાના વિચાર આવતા હોવાનો આરોપ PI કે.ડી.જાટ સામે લગાવવામાં આવ્યો હતો. જે અંગે કમિશનરે રવિવારે તપાસના આદેશ આપ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Ahmedabad Plane Crash / VIDEO: પ્લેન ક્રેશનો નવો વીડિયો વાયરલ, જીવ બચાવવા વિદ્યાર્થીઓ નીચે કૂદતા નજરે પડ્યાં
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.