બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત સામે ફરિયાદ, પોઈચા ધામ જેવો પ્રોજેક્ટ બનાવવાની લાલચ આપી કરોડોની છેતરપિંડી

સુરત / જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત સામે ફરિયાદ, પોઈચા ધામ જેવો પ્રોજેક્ટ બનાવવાની લાલચ આપી કરોડોની છેતરપિંડી

Last Updated: 04:30 PM, 16 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: આણંદમાં પોઇચા જેવો સ્વામિનારાયણ મંદિરનો પ્રોજેક્ટ બનાવવાના બહાને રૂપિયા 1.34 કરોડની છેતરપિંડીની મહંત સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત સામે સુરતમાં ફરિયાદ નોંધાઈ છે. વરાછામાં જે કે સ્વામી સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, 1.34 કરોડની છેતરપિંડીની ફરિયાદને લઈ ચકચાર મચી જવા પામી છે.

Surat News

મહંત સામે સુરતમાં નોંધાઈ ફરિયાદ

આણંદમાં પોઇચા જેવો સ્વામિનારાયણ મંદિરનો પ્રોજેક્ટ બનાવવાના બહાને છેતર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. 2016માં પ્રોજેક્ટ માટે જમીનનો સોદો કરવા 1.70 કરોડ પડાવ્યા હતા તેમજ આણંદના રીંઝા ગામે નદીના કિનારે મંદિર બનાવવાની લાલચ આપી હતી. જમીન દલાલ સુરેશ ઘોરીએ ડૉક્ટરને સંત જમીન ખરીદવા માંગે છે તેવું જણાવ્યું હતું. સુરેશે જમીન બતાવી સ્વામીના ખજાનચી સ્નેહલ નામના વ્યક્તિની ઓળખાણ કરાવી હતી.

વાંચવા જેવું: ગુજરાતમાં ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમી, હવામાન વિભાગની હીટવેવ સાથે કમોસમી વરસાદની આગાહી

1.34 કરોડ પરત ન કરતાં ફરિયાદ

આક્ષેપ કરાયો છે કે, 50 લાખ રૂપિયાની દલાલી સહિત 1.70 કરોડ ડૉક્ટર પાસેથી જે કે સ્વામીએ પડાવ્યા છે. ડૉક્ટરને જમીનનો દસ્તાવેજ પણ ન કરી આપ્યો અને ડૉકટરે લોકો પાસેથી વ્યાજે રૂપિયા લઈ રોકાણ કર્યા હતા. ડૉક્ટરે પોલીસ કાર્યવાહી કરાવતા સમાધાન કરી 36.75 લાખ પરત કર્યા હતા અને બાકીના 1.34 કરોડ પરત ન કરતાં ફરિયાદ નોંધાવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Surat fraud complaint Swaminarayan Sant controversy Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ