બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / VIDEO : સુરતમાં મહિલાથી કાબુમાં ન રહી, નવી નક્કોર મર્સિડીઝના ભુક્કા બોલાવી દીધાં

ગુજરાત / VIDEO : સુરતમાં મહિલાથી કાબુમાં ન રહી, નવી નક્કોર મર્સિડીઝના ભુક્કા બોલાવી દીધાં

Last Updated: 06:28 PM, 16 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં એક મહિલાએ કાર પરથી કાબુ ગુમાવતાં તે રેલિંગ સાથે ટકરાઈ હતી અને તેના આગળના ભાગના ભુ્ક્કા બોલી ગયાં હતા.

ગુજરાતના સુરતમાં એક મહિલાને હાથે તેની કારનો એક્સિડન્ટ થયો હતો. સોશિયલ મીડિયા પર ફરતા સીસીટીવી ફૂટેજમાં સોમવારની રાત્રે કલ્પના નામની મહિલાએ કાબુ ગુમાવતાં તેની નવી નક્કોર મર્સિડિઝ રોડની બાજુની લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી. મહિલા શહેરના પીપલોદ વિસ્તારના ડુમસ રોડ પર નવી મર્સિડીઝ ચલાવી રહી હતી ત્યારે આ ઘટના બની હતી.ઘટનાના વિડિયોમાં, ઝડપભેર ચાલતી સેડાન લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી જે પછી લોકોના ટોળેટોળા ભેગા થયાં હતા.

એક્સિડન્ટમાંથી બચી ગઈ મહિલા

સદનસીબે તેની કારના આગળના ભાગના ભુક્કા બોલી ગયાં હતા પરંતુ સદનસીબે તેનો બચાવ થયો હતો. એક્સિડન્ટ બાદ બહાર આવીને તે કાર પાસે ઊભી રહી હતી તેને નજીવી ઈજા પહોંચી હતી પરંતુ કારને ઘણું નુકશાન થયું છે. કારની એરબેગ ફાટી ગઈ છે.

વધુ વાંચો : સીતાપુર હત્યાકાંડ / પહેલા માતા, પછી ભાઈની કતલ, ભાભીનો ચહેરો છૂંદી નાખ્યો, બાળકોને છતથી ફેંકીને માર્યાં

કેવી રીતે થયો એક્સિડન્ટ

પોલીસના નિવેદન મુજબ, ઓછી વિઝિબિલિટીને કારણે મહિલાની કાર રેલિંગ સાથે અથડાઈ હોઈ શકે છે કારણ કે દુર્ઘટના સમયે આ વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. કાર ગૌરવ પથ વિસ્તારમાંથી કલ્પનાના નામે રજીસ્ટર કરવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Surat Mercedes Crash Surat car accident Surat Speeding Mercedes incident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ