બ્રેકિંગ ન્યુઝ

logo
logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

VTV / ભારત / વિશ્વ / MDH અને એવરેસ્ટની મુશ્કેલીમાં વધારો! હોંગકોંગ-સિંગાપુર બાદ હવે USમાં કાર્યવાહી શરૂ

કાર્યવાહી / MDH અને એવરેસ્ટની મુશ્કેલીમાં વધારો! હોંગકોંગ-સિંગાપુર બાદ હવે USમાં કાર્યવાહી શરૂ

Last Updated: 10:40 AM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US FDA Inquiry Against MDH-Everest Latest News : સિંગાપોર અને હોંગકોંગમાં MDH અને એવરેસ્ટ મસાલાના કેટલાક ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે અમેરિકામાં પણ આ અંગે એલર્ટ જાહેર

US FDA Inquiry Against MDH-Everest : ભારતની બે મોટી મસાલા બ્રાન્ડ MDH અને એવરેસ્ટ મસાલા હાલ ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે, કથિત રીતે કેન્સરનું કારણ બને તેવા જંતુનાશકોના ઉપયોગના આરોપોને કારણે સિંગાપોર અને હોંગકોંગમાં MDH અને એવરેસ્ટ મસાલાના કેટલાક ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે અમેરિકામાં પણ આ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે બંને ભારતીય કંપનીઓએ સ્પષ્ટપણે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

હોંગકોંગ-સિંગાપોરમાં વેચાણ પર પ્રતિબંધ શા માટે?

નોંધનીય છે કે અગાઉ MDHના મદ્રાસ કરી પાવડર, સાંભર મસાલા પાવડર અને કરી પાઉડરના વેચાણ પર ખતરનાક જંતુનાશકોના ઉપયોગને કારણે હોંગકોંગમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ એવરેસ્ટ બ્રાન્ડની પ્રોડક્ટનું વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જંતુનાશક તરીકે ઉપયોગમાં લેવાતા ઇથિલિન ઓક્સાઈડને કૃષિ ઉત્પાદનોમાં ભેળવવામાં આવે છે, જેનાથી કેન્સરનું જોખમ રહે છે. હોંગકોંગ બાદ સિંગાપોરે પણ આ બે કંપનીઓની મસાલા બ્રાન્ડને રડાર પર લીધી છે. બંને દેશોએ દાવો કર્યો હતો કે તેઓએ મસાલાના કેટલાક મિશ્રણોમાં કાર્સિનોજેનિક જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડની હાજરી શોધી કાઢી હતી.

હવે અમેરિકાની FDAએ પણ શરૂ કરી તપાસ

હોંગકોંગ અને સિંગાપોર બાદ હવે અમેરિકા પણ આ મસાલા બ્રાન્ડ્સને લઈને એલર્ટ મોડમાં આવી ગયું છે. એટલું જ નહીં માલદીવે આ મસાલાના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. રોઇટર્સના અહેવાલ મુજબ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ MDH અને એવરેસ્ટ મસાલામાં આવા જંતુનાશકોના ઉપયોગને શોધવા માટે તેની તપાસ શરૂ કરી છે. રિપોર્ટમાં FDAના પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, આ મામલાઓમાં કેમિકલના ઉપયોગના અહેવાલો આવ્યા બાદ તેઓ આ મામલે માહિતી એકત્ર કરી રહ્યા છે.

વધુ વાંચો : એવું શું થયું કે ભારતનો પ્રવાસ પડતો મૂકી એલન મસ્ક પહોંચ્યા ચીન, આખરે શું છે TESLAને લગતો પ્લાન?

આવો જાણીએ શું કહ્યું MDHએ ?

એક તરફ એક પછી એક દેશમાં આ બે ભારતીય મસાલા બ્રાન્ડની સમસ્યાઓ વધી રહી છે તો બીજી તરફ MDH અને એવરેસ્ટ દ્વારા આવા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. MDH એ તેના ઉત્પાદનોમાં કેન્સર પેદા કરતા રસાયણોના ઉપયોગના આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે, આ દાવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે અને તેના માટે કોઈ નક્કર પુરાવા નથી. નોંધનિય છે કે, અગાઉ એવરેસ્ટે કહ્યું હતું કે, તેના મસાલા સલામત છે અને ભારતીય મસાલા બોર્ડની લેબમાંથી જરૂરી મંજૂરી મેળવ્યા પછી જ તેની નિકાસ કરવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ